મોરબીમાં ડ્રાઈવિંગ ટેસ્ટની સુવિધા ઉપલબ્ધ કરાવવા ધારાસભ્ય મેરજા દ્વારા માંગ

- text


મોરબી : મોરબીમાં ડ્રાઈવિંગ ટેસ્ટની સુવિધા ઉપલબ્ધ થાય તે માટે ધારાસભ્ય બ્રિજેશ મેરજા દ્વારા કમિશ્નરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે.

મોરબી જીલણી બન્યા બાદ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કમિશ્નરની કચેરી મોરબીમાં હાલ કાર્યરત છે પરંતુ આ કચેરીમાં ડ્રાઇવિંગ ટેસ્ટની સુવિધા ઉપલબ્ધ ન હોવાના કારણે મોરબી પંથકના વાહન ચાલકોને લાઇસન્સ મેળવવા રાજકોટની RTO (Regional Transport Office) કચેરી સુધી જવું પડે છે. જેને લીધે સમય, ખર્ચ અને અસુવિધા ભોગવવી પડે છે.

આ હાલાકી નિવારવા મોરબી-માળીયા (મી.)ના ધારાસભ્ય બ્રિજેશ મૅરજાએ રાજ્યના વાહન વ્યવહાર કમિશ્નરને તાકીદે એક પત્ર પાઠવી વાહનોના ડ્રાઇવિંગ ટેસ્ટ માટે જરૂરી સુવિધા મોરબી ખાતે જ મળી રહે તેમ કરવું અનિવાર્ય છે. હવે જયારે RTOની નવી કચેરીનું બાંધકામ ભૌતિક રીતે પૂર્ણ થયું છે ત્યારે લોક સુવિધા માટે તાકીદે તે કચેરી ખુલ્લી મુકાય, જેથી વાહન ચાલકોને ડ્રાઇવિંગ લાઇસન્સ માટેની ડ્રાઈવિંગ ટેસ્ટ મોરબીમાં ઉપલબ્ધ બની શકે.

- text

અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી શહેરે ઔદ્યોગિક મથક ધરાવતું સૌરાષ્ટ્રનું મોખરાનું શહેર છે. ત્યારે વાહનોની સંખ્યા પણ દિન-પ્રતિદિન વધી રહી છે તેમજ નવા લાઇસન્સની માંગણી પણ વ્યાપક પ્રમાણમાં ઉદ્ભવી રહી છે. આ સ્થિતિમાં ડ્રાઇવિંગ ટેસ્ટ મોરબીમાં લેવાય તે ખુબ અનિવાર્ય છે.

- text