મોરબી : ન્યુમિસમેટીક ક્લબ દ્વારા ગુરુવારે વિશ્વભરની ચલણી નોટો તથા સ્ટેમ્પ ટિકિટનું પ્રદર્શન

- text


મોરબી : મોરબીમાં ન્યુમિસમેટીક ક્લબ દ્વારા વિશ્વભરની ચલણી નોટો, સિક્કાઓ અને સ્ટેમ્પ ટિકિટો તેમજ રજવાડાના સમયની સ્ટેમ્પ ટિકિટોના પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન આગામી તા. 23 જાન્યુઆરીના રોજ ગુરુવારે સવારે 11થી 4 વાગ્યા સુધી સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા સામે આવેલ આર્યભટ્ટ લોકવિજ્ઞાન કેન્દ્ર ખાતે રાખવા આવ્યું છે. આ પ્રદર્શનમાં જોવા માટે પ્રવેશ નિ:શુલ્ક છે. આ તકે ન્યુમિસમેટીક ક્લબ દ્વારા શહેરીજનોને પ્રદર્શન જોવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.

- text