અભ્યાસાર્થે બોટાદથી મોરબી પિયરે આવેલી પરણીતાનો ગળે ફાંસો ખાઈ આપઘાત

- text


મોરબી : બોટાદ તાલુકાના બોળકા ગામેથી મોરબી સ્થિત પિયરે આવેલી યુવતીએ ગળે ફાંસો ખાઈને આપઘાત કરતા મોરબી બી.ડીવી.પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

મોરબીના સર્કિટ હાઉસની બાજુમાં આવેલી સિદ્ધાર્થ સોસાયટીમાં માવતરને ઘેર બે માસ પૂર્વે સાસરેથી આવેલી અર્ચના હિતેષભાઈ ડોડીયા ઉં.વ.25 નામની પરિણીતાએ ઘેર ગળે ફાંસો ખાઈ આપઘાત કરતા પરિવારમાં શોક છવાયો છે. બોટાદ તાલુકાના બોળકા ગામે સાસરું ધરાવતી અર્ચના અભ્યાસર્થે પિતૃગૃહે પાછલા બે માસથી આવી હતી. ત્યારે પરિણીતાએ અભ્યાસના ટેનશનમાં આત્મહત્યા કરી હોવાનું પરિવારજનો જણાવી રહ્યા છે. આ બનાવની વધુ તપાસ મોરબી બી.ડીવી.ના હેડ.કોન્સ. ફિરોજભાઈ ચલાવી રહ્યા છે.

- text