મોરબીમાં ઉત્તરાયણ પૂર્વે કમોસમી વરસાદી ઝાપટું પડ્યું

- text


વરસાદી વાતાવરણ સર્જાતી ફરી કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું : જનજીવન ભારે પ્રભાવિત

મોરબી : મોરબીમાં આજે વહેલી સવારે મોસમે અચાનક કરવટ બદલી હતી અને વહેલી સવારે જ કમોસમી વરસાદી ઝાપટું પડ્યું હતું. જેથી માર્ગો ભીના થઈ ગયા હતા. જો કે છેલ્લા બે ત્રણ દિવસથી ઠંડી ઘટી હતી. પણ આજે વહેલી સવારથી વરસાદી વાતાવરણ બંધાતા ફરી કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું હતું. જેથી, જનજીવન ભારે પ્રભાવિત થયું હતું.

- text

મોરબીમાં પોષ મહિનાના આરંભથી જ કાતિલ ઠંડી પડી રહી છે. પણ છેલ્લા બે ત્રણ દિવસથી કડકડતી ઠંડીમાં બ્રેક લાગી ગઈ હતી અને ઠંડીનું જોર ધટી ગયું હતું. સવાર સાંજના સમયને બાદ કરતાં એકંદરે થોડી ગરમી જેવું વાતાવરણ સર્જાયું હતું. ત્યારે આજે વહેલી સવારે વાતવરણમાં અચાનક પલ્ટો આવ્યો હતો અને સવારે 7 વાગ્યાની આસપાસ કમોસમી વરસાદ પડ્યો હતો અને આશરે દસ મિનિટ જેવો સમય સુધી કમોસમી વરસાદી ઝાપટું પડ્યું હતું.જેથી માર્ગો ભીના થઈ ગયા હતા. આજે સવારથી સૂર્ય નારાયણની ગેરહાજરી વચ્ચે આકાશ વરસાદી વાદળોથી ઘેરાયેલું જોવા મળ્યું હતું અને વરસાદી વાતાવરણને પગલે ફરી કાતિલ ઠંડી અનુભવાઈ હતી. જેથી, ડબલ ઋતુના કારણે જનજીવન અચબીત થઈ ગયું હતું. જો કે મિશ્રઋતુના કારણે વાયરલ બીમારીઓ વધવાની શકયતા છે. જ્યારે ઉત્તરાયણમાં જ હવામાન ખાતા દ્વારા કમોસમી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી હતી. ત્યારે ઉત્તરાયણ પૂર્વે આજે કમોસમી વરસાદી ઝાપટું પડતા ખેડૂતો ચિંતીત થઈ ગયા હતા.

- text