મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં વિદ્યાર્થીનીઓ માટે સાડી મેચિંગ સ્પર્ધા યોજાઈ

- text


મોરબી : સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત યુ.એન.મહેતા આર્ટ્સ કોલેજની વિદ્યાર્થીનીઓ વચ્ચે સાડી મેચિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તમામ પ્રકારની સાજ-સજ્જાને ધ્યાને લઈને એકથી ત્રણ નંબર આપી દરેક રીતે શ્રેષ્ટત્મ શણગાર કરનાર વિદ્યાર્થીનીઓને પુરસ્કાર આપી સન્માનિત કરાઈ હતી.

યુ.એન.મહેતા આર્ટ્સ કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ વચ્ચે સાડી મેચિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં 16 વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં દરેક સ્પર્ધકનું મૂલ્યાંકન મેચિંગ, કલર કોમ્બિનેશન, આભૂષણો, હેર સ્ટાઇલ, મેકઅપ, ડ્રેસિંગ સેન્સ, બોડી લેન્ગવેજ, વેર ટુ ગો તેમજ કેટ-વોક જેવી બાબતોને ધ્યાને લેવામાં આવી હતી.

- text

મયુર ભૂમિ સાપ્તાહિકના તંત્રી દર્પણભાઈ દવેના અતિથિ વિશેષ પદે યોજાયેલા કાર્યક્રમની શરૂઆત સર્વધર્મ પ્રાર્થનાથી કરવાથી થઈ હતી. ઉમા’ઝ બ્યુટી પાર્લરના સંચાલક ઉમાબેન સોમૈયાએ સ્પર્ધા સંદર્ભે યોગ્ય માર્ગદર્શન પૂરું પાડી જરૂરી બ્યુટી ટિપ્સ પુરી પાડી હતી. સ્પર્ધાના નિર્ણાયક તરીકે ડૉ. રેખાબેન શાહ, ગીતાબેન ડાભી તેમજ ઉમાબેન સોમૈયાએ સેવા આપી હતી. આ સ્પર્ધામાં પ્રથમ ક્રમે વંદના બારેજીયા, દ્વિતીય વર્ષા ચાવડા, તૃતીય સ્થાને સયુંકત રીતે હેતલ હમીરપરા અને જાનકી જોષી રહ્યા હતા.

- text