મોરબીમાં ખરાબ રસ્તાઓ અને સફાઇ પ્રશ્ને ચેમ્બર ઓફ કોમર્સનું કલેકટરને આવેદન

- text


મોરબી : મોરબી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ખરાબ રસ્તાઓ રીપેરીંગ કરવા તથા સફાઇ કરવા અંગે કલેકટરને આવેદન પત્ર આપવામાં આવેલ છે. અને આ પ્રશ્નનું તાકીદે નિવારણ લાવવાની માંગ ઉઠાવી છે.

ગત ચોમાસા બાદ મોરબીના ઘણા રસ્તાઓ તૂટી ગયેલ છે. તેમજ આ રસ્તાઓ ઉપર પણ રીપેરીંગના અભાવે તેમજ નવા રોડ હજુ સુધી નહીં બનવાને લીધે ધૂળની ડમરીઓ ઉડે છે. જેના લીધે મોરબી શહેરના નાગરિકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડે છે તથા રોડ-રસ્તાઓમાં અનેક જગ્યાએ ગાબડા પડી ગયેલ તૂટી ગયેલ હોય અવાર નવાર અકસ્માત સર્જાય છે. અને માણસોને ગંભીર પ્રકારની ઈજાઓ થાય છે. તેથી, આ રસ્તાઓનો સત્વરે યોગ્ય રીનોવેશન કરવા અને જ્યાં જરૂર છે ત્યાં નવા રસ્તા બનાવવા ખાસ જરૂરી છે.

વધુમાં, મોરબીના રસ્તાઓ યોગ્ય રીતે રેગ્યુલર સફાઈ થતાં નથી તેમજ રસ્તા ઉપર ગટરના પાણી આવી જતા હોય, ગટરોની સફાઈ કરવા કોઈ આવતું નથી. આ અંગે વારંવાર મોરબી નગરપાલિકામાં રજૂઆત કરેલ હોય પરંતુ કોઈ જવાબ આપતો નથી. ભારત સરકારની સ્વચ્છતા તથા અન્ય એપ્લિકેશનોમાં ફોટા તથા વિડીયો અનેક લોકોએ અપલોડ કરેલ છે તેમ છતાં તેનો યોગ્ય નિકાલ કરવામાં આવતો નથી.

- text

આ ઉપરાંત, રજૂઆતમાં જણાવેલ છે કે રોડ-રસ્તાઓ તથા ગટરના પાણીનો યોગ્ય નિકાલ કરવા માટે વહેલા સર યોગ્ય કાર્યવાહી કરી લોકોને આ તકલીફો દૂર કરવા અપીલ કરાઇ છે અને એ પણ હકીકત છે કે સરકારે નક્કી કરેલ વેરો ભરવામાં લોકો આનાકાની કરતા નથી. તેની સામે ગ્રામ પંચાયત, નગરપાલિકા રોડ રસ્તા જરૂરી હોય ત્યાં યોગ્ય રીતે અને સમયસર રસ્તા રીપેર કરતા નથી કે નવા બનાવતા નથી, એ પણ એટલી જ કડવી વાસ્તવિકતા છે.

મોરબી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ જે. જે. પટેલ દ્વારા આ સમસ્યાઓનો નિકાલ કરવા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

- text