મોરબીની યુ એન મહેતા આર્ટસ કોલેજમાં 16 મીએ વાલી મિટિંગ

- text


મોરબી : મોરબીની જાણીતી એવી યુ.એન.મહેતા આર્ટ્સ કોલેજમાં આવનારી 16 જાન્યુઆરીના દિવસે વાલી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે.

- text

તારીખ 16 જાન્યુઆરીને ગુરુવારે યુ.એન.મહેતા આર્ટ્સ કોલેજમાં એક વાલી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. આ મિટિંગમાં વાલીઓને પોતાના સંતાનોના વિકાસને લાગતા કોઈ પ્રશ્નો કે સમસ્યા હોય, બાળકોના ઘડતર, વ્યક્તિવ વિકાસને લગતા કોઈ પ્રશ્નો હોય અથવા વાલીઓ તરફથી કોઈ સલાહ સુચન હોય તો તે અંગે આ મિટિંગમાં ચર્ચા કરવામાં આવશે તેવું કોલેજના પ્રિન્સિપાલ ડૉ. એલ.એમ. કંઝારીયાની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

- text