મોરબીના અનુસૂચિત જાતિ સમાજ દ્વારા મોડાસાની અપહરણ-દુષ્કર્મ-હત્યાની દુર્ઘટના અંગે કલેકટરને આવેદન

- text


મોરબી : મોરબીના સમગ્ર અનુસૂચિત જાતિ સમાજ દ્વારા રાજ્યપાલને સંબોધી જિલ્લા કલેકટરને મોડાસા તાલુકાના સાયરા ગામના રહીશ કાજલબેન કાળુંભાઈ રાઠોડ સાથે બનેલ અપહરણ-દુષ્કર્મ-હત્યાના કેસ અંગે જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવેલ છે.

ગુજરાતના અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના સાયરા (અમરાપુર) ગામે અનુસૂચિત જાતિ સમાજની કાજલબેન કાળુંભાઈ રાઠોડનું અપહરણ કરી બાદમાં ગેંગરેપ અને હત્યા કરવામાં આવેલ તેમજ મૃતદેહને વડના ઝાડ સાથે લટકાવી દેવામાં આવેલ છે.

આ બનાવ અંગે મોડાસા પોલીસ તંત્રને પણ તેમના સગાઓએ પોલીસ સ્ટેશનએ સમયસર જાણ કરેલ અને ફરિયાદ રજીસ્ટર કરવા જણાવેલ. છતાં પોલીસ તંત્ર દ્વારા બેદરકારી દાખવવામાં આવેલ. જો વહેલી તકે કાર્યવાહી થયેલ હોત તો કદાચ કાજલબેન ની હત્યા રોકી શકાય હોત.

- text

આથી, આવેદનપત્રમાં જણાવવામાં આવેલ છે કે કાજલબેનના હત્યારાઓને પણ દિલ્લીમાં બનેલ નિર્ભયા કાંડના હત્યારાઓને ફાંસી આપેલ તેમજ હૈદરાબાદમાં બનેલ ઘટનામાં એન્કાઉન્ટર કરેલ, તેવી જ રીતે મોડાસામાં બનેલ બનાવના આરોપી સામે કડક કાર્યવાહી કરવા સ્પેશિયલ કોર્ટ દ્વારા આ આરોપીને ફાંસી થાય અને મોડાસાના જવાબદાર પોલીસ તંત્રને પોતાની ફરજમાં બેદરકારી કરવા તેમને હોદા પરથી બરતરફ કરવા મોરબી જિલ્લાના અનુસૂચિત જાતિ સમાજની સંવેદના સાથે માંગણી કરવામાં આવે છે.

- text