યુવા જ્ઞાનોત્સવનો આજે સાંજથી પ્રારંભ : પ્રથમ દિવસે સંજય રાવલ અને કાજલ ઓઝા વૈદ્યનું વક્તવ્ય

- text


ફાયર બ્રિગેડના જવાનો અને 108ની ટિમના હસ્તે થશે પ્રથમ સેશનનું ઉદઘાટન

મોરબી : મોરબીમાં આજે સાંજથી ત્રી દિવસીય યુવા જ્ઞાનોત્સવનો પ્રારંભ થવાનો છે. જેમાં પ્રથમ સેશનનું ઉદઘાટન ફાયર બ્રિગેડના જવાનો અને 108ની ટિમ દ્વારા થવાનું છે. ત્યારબાદ ખ્યાતનામ વક્તા સંજયભાઈ રાવલ અને કાજલ ઓઝા વૈધનું વક્તવ્ય યોજાવાનું છે.

- text

મોરબીના શનાળા ગામ નજીક આવેલ પટેલ સમાજ વાડી ખાતે આજે સાંજથી ત્રી દિવસીય જ્ઞાનોત્સવનો રંગારંગ પ્રારંભ થવાનો છે. જેમાં આજે સાંજે શુક્રવારે સાંજે 5:30 કલાકે ફાયર બ્રિગેડના જવાનો વિનયભાઈ ભટ્ટ, કાર્તિક ભટ્ટ, જયપાલસિંહ જાડેજા, વસંત પરમાર, ઉતપલ બારોટ, દિનેશ પંડ્યા, રતિલાલ ચૌહાણ, સલીમ નોબે, ધર્મેન્દ્ર ડાભી, નારણભાઇ, વિજય ડાભી, પ્રીતેશ નગવાડિયા અને 108ની ટીમના પાઇલોટો અને ઈએમટીના હસ્તે ઉદ્ઘાટન થશે. બાદમાં સાંજે 6.30 થી 7.30 દરમિયાન જાણીતા વક્તા અને મોટિવેશનલ સ્પીકર સંજય રાવલનું ડર કે આગે જીત હૈ એ વિષય પર વક્તવ્ય યોજાશે.આ સેશનમાં સાંજે 7.30 થી 7.45 દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમ, દાતાઓનું સન્માનનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારબાદ સાંજે 7.45 થી 9.00 વાગ્યા દરમિયાન જાણીતા વક્તા અને લેખક કાજલ ઓઝા વૈદ્ય ‘સામાજિક સુરક્ષા : જવાબદાર કોણ?’એ વિષય પર ચોટદાર વક્તવ્ય આપશે.

- text