રોજગાર વિનિમય કચેરી દ્વારા વિવિધ તાલુકા મથકે નામ નોંધણી કેમ્પ યોજાશે

- text


મોરબી : રોજગાવાંચ્છુ ઉમેદવારો રોજગાર વિનિમય કચેરી ખાતે નામ નોંધણી કરાવી શકે, નોંધાવેલ લાયકાતમાં સુધારા કરાવી શકે, રીન્યુઅલ કરાવી શકે તેમજ વ્યવસાય માર્ગદર્શન મેળવી શકે તે માટે રોજગાર વિનિમય કચેરી મોરબી દ્વારા જિલ્લાના તાલુકા મથકોએ જાન્યુઆરી-૨૦૨૦માં (સવારના ૧૧.૦૦ થી ૨.૦૦ દરમિયાન તા.૧૫/૦૧/૨૦૨૦ના રોજ તાલુકા પંચાયત કચેરી માળીયા, તા.૨૦/૦૧/૨૦૨૦ના રોજ તાલુકા પંચાયત કચેરી હળવદ તેમજ તા.૨૭/૦૧/૨૦૨૦ના રોજ તાલુકા પંચાયત કચેરી ટંકારા) ખાતે નામ નોંધણી કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. રોજગાર સેવા મેળવવા ઇચ્છુક સંબંધિત તાલુકાના ઉમેદવારોએ જાતે શૈક્ષણિક લાયકાતના તમામ અસલ પ્રમાણપત્રો/માર્કશીટ/જાતિનો દાખલો (લાગુ પડતું હોય તો) /સ્કુલ લીવીંગ સર્ટીફિકેટ/પાસ પોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ/અન્ય પ્રમાણપત્રો વગેરે સાથે સ્વખર્ચે ઉપસ્થિત રહેવું. તેમ જિલ્લા રોજગાર અધિકારી બી.ડી.જોબનપુત્રા મોરબીની યાદીમાં જણાવાયું છે.

- text