મોરબીના યુવાને સરકારી શાળાનાં વિધાર્થીઓને ભોજન કરાવી જન્મદિવસ ઉજવ્યો

- text


મોરબી : આજના સમયમાં લોકો જન્મદિવસની કેક કાપીને પશ્ચિમ ઢબે ઉજવણી કરતા હોય છે અથવા હોટેલમાં જમવા માટે જઈને બર્થ ડે ઉજવતા હોય છે. જો કે ધીમે ધીમે લોકો જન્મદિવસ ગરીબ બાળકો સાથે ઉજવતા પણ થયા છે. ત્યારે મોરબીના વણકર વાસમા રહેતા જયભાઈ સોલંકીએ ‘આપવાનો આનંદ’ સૂત્રને અનુસરી સરકારી શાળાનાં વિધાર્થીઓને ભાવતા ભોજનિયા કરાવી જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી હતી. તેમજ બાળકોના ચહેરા પરની ખુશી જોઈને અનેરા આનંદની અનુભૂતિ કરી હતી.

- text