મોરબી : ઉમા વિદ્યા સંકુલ દ્વારા 31 ડિસેમ્બરની માતૃવંદના દિન તરીકે ઉજવણી

- text


મોરબી : મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલી ઉમા વિદ્યા સંકુલમાં કોઈપણ તહેવાર ભારતીય પરંપરા મુજબ ઉજવાય છે. જેનો મૂળ હેતુ પશ્ચિમી સંસ્કૃતિના થઈ રહેલા આક્રમણ સામે ભારતીય સંસ્કૃતિનું પ્રભુત્વ જાળવવાનું છે. જેથી, આજે 31 ડિસેમ્બરના રોજ પાર્ટી કરીને નહીં, પરંતુ માતાનું પૂજન કરી માતૃવંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ પૂજનથી બાળકના મનમાં માતાનું સ્થાન વધે તથા ભારતીય પરંપરા જળવાઈ રહે તે માટે અનોખી પહેલ કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં આશરે 1000થી પણ વધુ માતાઓનું આરતી કરી પૂજન કરવામાં આવ્યું હતું. પૂજામાં બ્રાહ્મણ દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે વિધિ કરવામાં આવી હતી.આ સાથે વિદ્યાર્થીઓએ નવા વર્ષથી દરરોજ માતા-પિતાને નમન કરીને જ શાળાએ આવવા માટેની પ્રતિજ્ઞા કરી હતી. આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત લોકો ભાવવિભોર બન્યા હતા તથા માતાઓની આંખમાં હર્ષના અશ્રુઓ આવી ગયા હતા.

- text

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળા પરિવારે ભારે જહેમત ઉઠાવી હતી. તે બદલ પ્રમુખ અશ્વિનભાઈ અઘારા તેમજ સંચાલક હિતેષભાઈ સોરીયાએ સ્ટાફગણનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે દર વર્ષે 31 ડિસેમ્બરને માતૃવંદના દિન તરીકેની ઉજવણી કરવા અંગે શાળાના પ્રમુખ અશ્વિનભાઈ અઘારા તેમજ સંચાલક હિતેષભાઈ સોરીયાએ અપીલ કરી હતી.

- text