ભીમા કોરેગાવ શૌર્ય દિવસ પર સ્વયમ્ સૈનિક દળ દ્વારા રેલી યોજાઈ

- text


શહેરના આંબેડકર નગરથી શિસ્તબદ્ધ રેલીનું પ્રસ્થાન કરાયું : આંબેડકર સર્કલ ખાતે ડોક્ટર બાબા સાહેબને ફુલહાર કરી સલામી અપાઈ

હળવદ : આજ રોજ હળવદ ખાતે મોરબી જિલ્લાના તથા હળવદ તાલુકાના સ્વયમ્ સૈનિક દળ (SSD) દ્વારા ભીમા કોરેગાવ શૌર્ય દિવસ નિમીતે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં દલિત સમાજના ભાઈઓ-બહેનો અને યુવાનો જોડાયા હતા. આ રેલી આંબેડકર નગરથી પ્રસ્થાન કરી આંબેડકર સર્કલ ખાતે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરી સલામી આપી હતી સાથે જ એક સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.આજે હળવદમાં સ્વયમ્ સૈનિક દળ દ્વારા રેલી સલામી તથા સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી શહેરમાં આવેલ આંબેડકર નગરથી શિસ્તબદ્ધ રીતે પ્રસ્થાન થઈ હતી અને શહેરના મુખ્ય માર્ગો પર ફરી બાબાસાહેબ આંબેડકર સર્કલ ખાતે પ્રતિમાને ફુલહાર કરી સલામી આપવામાં આવી હતી. ત્યારબાદ સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભીમા કોરેગાવ ઇતિહાસ તથા બહુજન મહાનાયકો જ્યોતિબા ફુલે, સાવિત્રીબાઈ ફૂલે, સાઉદી મહારાજ, રામાસ્વામી, માન્યવર કાશીરામ, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, બિરસા મુંડા જેવા અનેક નાયકોના જીવનસંઘર્ષથી સમાજને વાકેફ કરી સમાજને વ્યસનમુક્તિ, અંધશ્રદ્ધા અને કુરિવાજો મનુવાદી સંસ્કૃતિથી દૂર થાય તે વાત પર ખાસ ધ્યાન દોરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સ્વયમ્ સૈનિક દળના સૈનિકોએ ભારે જહેમત ઊઠાવી હતી.

- text

ઉલ્લેખનીય છે એ મહાર રેજીમેન્ટના ૫૦૦ મૂળ નિવાસી મહાર સૈનિકોએ ૨૮૦૦૦ પેશવાઓને ભીમા કોરેગાવએ યુદ્ધમાં હરાવી પેશવા શાસનને ખતમ કરી નાખ્યું હતું. એ ગૌરવવંતા દિવસને શૌર્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

- text