નટરાજ ફાટક પાસે સ્ત્રીપાત્ર સાથે કારમાં પીધેલો યુવાન પકડાયો

- text


નશામાં રહેલો યુવક પોલીસ સામે ભાન ભૂલતા પોલીસે કાયદાનું ભાન કરાવ્યું  

મોરબી : મોરબીમાં ગત રાત્રીના 31 ડિસેમ્બરને લઈને પોલીસ દ્વારા ખાસ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં નશા કરેલા લોકોને પકડવાની સ્પેશ્યલ ડ્રાઇવ ઠેર ઠેર રાખવામાં આવી હતી.મોરબી પોલીસ દ્વારા રાત્રીના ચાલી રહેલા સઘન ચેકીંગ દરમ્યાન નટરાજ ફાટક નજીક ક્રેટા કાર શંકાસ્પદ જણાતાં નાઈટ રાઉન્ડમાં રહેલી પોલીસની ટીમે તપાસ કરતા આ કારમાં નિલ ભોજાણી નામનો યુવક નશામાં ચૂર હોવાનું જણાતા અને તેની સાથે પરપ્રાંતીય સ્ત્રીપાત્ર પણ જણાતા પોલીસે તેઓની પૂછપરછ કરી હતી. યુવક દારૂના નશામાં હોય પોલીસે યુવકને કાયદો સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ ઉલ્ટા ચોર કોટવાલ કો દાટેની માફક યુવક નશાની હાલતમાં હાજર પોલીસ અધિકારી અને તેની ટીમ સામે અસભ્ય વર્તન કરતા પોલીસે કડક વલણ અપનાવી કડક પણે કાયદાનું ભાન કરાવી યુવકના સીન વીંખી નાખ્યા હતા. બાદમાં મોરબી સીટી બી ડીવીઝન પોલીસે યુવાન વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી લોકઅપના હવાલે કર્યો હતો. પોલીસે હાલ તો ફરજમાં રુકાવટનો ગુન્હો નથી નોંધ્યો પણ માત્ર પ્રોહીબિશનનો ગુન્હો જ નોંધ્યો છે.

- text