હળવદ : મારામારીના કેસમાં એક આરોપીને 5 વર્ષ અને બીજા આરોપીને 3 વર્ષની કેદ

- text


વર્ષ 2017ના બનાવમાં હળવદની કોર્ટનો દાખલારૂપ ચુકાદો

હળવદ : હળવદમાં વર્ષ 2017માં યુવાન પર જુના મનદુઃખનો ખાર રાખીને પાઇપ તથા ધારીય વડે હુમલો કરવાના ગંભીર બનાવનો કેસ આજે હળવદની કોર્ટમાં ચાલી જતા કોર્ટે આ કેસમાં બન્ને આરોપીઓને દોષિત ઠેરવીને એક આરોપીને 5 વર્ષની અને બીજા આરોપીને 3 વર્ષની કેદની સજા ફરમાવી છે.

આ મારામારીના કેસની પ્રાપ્ત વિગતો અનુસાર હળવદ તાલુકાના દેવીપુર ગામે રહેતા ચંદુભાઈ પ્રભુભાઈ દલસાણીયા ઉપર ગત તા.1 એપ્રિલ 2017ના રોજ અગાઉના મનદુઃખનો ખાર રાખી દિલીપભાઈ ઉર્ફે રાજેશભાઈ કિશોરપરી ગૌસ્વામી અને સંદીપભાઈ હસમુખભાઈ ગૌસ્વામી નામના બન્ને શખ્સોએ ગાળો આપી ઢીકાપાટુનો માર મારી તથા પાઇપ અને ધારીયા વડે હુમલો કર્યો હતો. જે તે વખતે આ મારામારીના બનાવની ફરિયાદ નોંધાયા બાદ હળવદ પોલીસે બન્ને આરોપીઓ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text

આ દરમિયાન આ મારમારીનો કેસ આજે હળવદના મહે.એ.ડી.ચીફ જ્યૂડી.મેજી.પી.ડી.જેઠવા સાહેબની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ એ.પી માલવણીયાની ધારદાર દલીલો તથા ફરિયાદી પક્ષે રજૂ થયેલા 14 મૌખિક અને 8 દસ્તાવેજી પુરાવાને ધ્યાને લઈને કોર્ટે બન્ને આરોપીઓને દોષિત ઠેરવીને એક આરોપી સંદીપ હસમુખ ગૌસ્વામીને 5 વર્ષની કેદ તથા 5 હજારનો દંડ અને બીજા આરોપી દિલીપ ગૌસ્વામીને 3 વર્ષની કેદની સજા અને રૂ 5 હજારનો દંડ ફરમાવ્યો હતો.

- text