ગુડ ન્યુઝ : મોરબી શહેરમાં બનશે મેડિકલ કોલેજ, સરકારે કરી સત્તાવાર જાહેરાત

- text


ડે. સી.એમ. નીતિનભાઈ પટેલે મોરબી સહિતના જિલ્લામાં મેડિકલ કોલેજ બનવવાની જાહેરાત કરી

મોરબી : મોરબીવાસીઓની મેડિકલ કોલેજ બનનાવાની વર્ષોની માંગણી અંતે સાકાર થઈ છે. જેમાં ડે. સીએમ નીતિનભાઈ પટેલે મોરબી સહિતના જિલ્લામાં આજે સત્તાવાર રીતે મેડિકલ કોલેજ બનાવવાની જાહેરાત કરી છે.મોરબીમાં મેડીકલ કોલેજ બનાવવાની જાહેરાત થતા ધરઆંગણે મેડિકલ છાત્રો અને લોકોની આરોગ્યની સુખકારીમાં વધારો થશે.

- text

મોરબી શહેર માટે આજે એક ગુડ ન્યુઝ આવ્યા છે.જેમાં મોરબીમાં મેડીકલ કોલેજ બનાવવાની સરકાર દ્રારા સત્તાવાર રીતે મંજૂરી આપવામાં આવી છે.આજે રાજ્યના ડે. સીએમ નીતિનભાઈ પટેલે મોરબી ઉપરાંત પંચમહાલ, ગીર સોમનાથ, દ્રારકા, બોટાદમાં મેડિકલ કોલેજ બનાવવાની સત્તાવાર ઘોષણા કરી છે.જો કે લાંબા સમયથી મોરબીવાસીઓ મેડિકલ કોલેજ બનાવવાની ઝખના કરી રહ્યા હતા. તે અંતે સાકાર થતા મોરબીવાસીઓમાં હરખની લાગણી છવાઈ ગઈ છે. મોરબીમાં મેડિકલ કોલેજ બનાવવાથી ઘરઆંગણે મેડિકલ છાત્રોને મેડિકલ અભ્યાસ માટે સારી સવલત મળી રહેશે અને લોકોને ઘર આંગણે સારી આરોગ્ય સુવિધા મળી રહેશે. મોરબીમાં મેડિકલ કોલેજ બનાવવાના સરકારના નિર્ણયને શહેરના પ્રબુદ્ધ નાગરિકોએ ઉમળકાભેર વધાવ્યો છે.

- text