ટંકારામાં 108 સેવાના મોરબી, રાજકોટ અને જામનગરના કર્મચારીઓ વચ્ચે ક્રિકેટ મેચ રમાઈ

- text


ટંકારા : ટંકારા ખાતે સૌરાષ્ટ્ર ઝૉનની ઈમર્જન્સી 108ની ટીમો વચ્ચે કિર્કેટ મેચ યોજી નવા વર્ષની ઉજવણી કરી રાજકોટ રૂરલ, રાજકોટ સિટી જામનગર, જામનગર ગ્રામ્ય, મોરબી સહીતના જીલ્લાના પાઈલોટ મેદાને ઉતર્યા હતા. તેમજ જાણકારી મળતા જ જરૂરીયાતમંદ સુધી ઝડપથી પહોંચવાના શપથ લીધા હતા અને અંતે બધાએ રાષ્ટ્રીય ગાન કરી સમુહમા ભોજન કર્યુ હતું. 108 એમ્બ્યુલન્સના પ્રોગ્રામ મેનેજર બિપીન ભેટારીયાની આગેવાની હેઠળ રાજકોટ રૂરલના ઈ. એમ ઈ વિરલ ભટ્ટ, રાજકોટ સિટીના શ્રેયાન્સ ગઢીયા, મોરબીના ભોલા સૌલંકી, જામનગરના જયદેવ જાડેજાની ટીમ આજે ટંકારા ખાતે નવા વર્ષની ઉજવણી કરી આવનાર વર્ષ વધુને વધુ જીદંગીને બચાવવાના ઉમદા હેતુથી ક્રિકેટ મેચ નુ આયોજન કર્યું હતું. જેમા જામનગરની ટીમ વિજેતા બની હતી.

- text

કાર્યક્રમના અંતે બધા પાઈલોટએ ઈમર્જન્સી વખતે ઈમાનદારીથી લોકો માટે કામ કરવાના શપથ લીધા હતા. ટંકારાની ટીમના સલિમ ભુંગર, ડો. વલ્લભભાઈ લાઠીયા, ઈકબાલભાઈ, કેતનસિહ જાડેજા, છેલ્લુભાઈ સહીતનાએ ભારે જહેમત ઉઠાવી હતી.

- text