મોરબીમાં ન્યુ એરા સ્કૂલ દ્વારા સ્પેક્ટ્રમ વાર્ષિકોત્સવ યોજાયો

- text


મોરબી : મોરબીમાં ન્યુ એરા સ્કૂલ દ્વારા ગત તા. 28/12 શનિવારે તથા 29/12 રવિવારે અદભુત અને અનેરો સ્પેક્ટ્રમ વાર્ષિકોત્સવ યોજાયો હતો. આ રંગારંગ કાર્યક્રમ હેઠળ ન્યૂ એરા પબ્લિક સ્કુલ તેમજ ન્યૂ એરા ગ્લોબલ તથા ન્યૂ એરા ગ્લોબલ કિડ્સની બધી જ શાખાઓના વિદ્યાર્થીઓએ અવનવી કૃતિઓની રજુઆત કરેલ છે. તેમજ વિજ્ઞાન, સમાજવિદ્યા, ગણિત, ભાષાઓ એવા લગભગ બધા જ વિષયો પાર સહેલાઈથી સમજી શકાય, સમજાવી શકાય એવા પ્રયત્નો કરી વિદ્યાર્થીઓએ ઉપસ્થિત વાલીઓને અનેરી રીતે આ તમામનું જ્ઞાન પાઠવ્યું હતુ. આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ કહી શકાય એવું ભારતની સબમરીંન “અરિહંત” તેમજ આર્મી ટેંક “અર્જુન”નો સમાવેશ થાય છે, જેની નોંધ મુલાકાતીઓએ લીધેલ હતી. ઉલ્લેખનીય કે આ કાર્યક્રમનું સંચાલન કરવા બદલ હાર્દિકભાઈ પાડલીયા, પૂજાબેન પાડલીયા, બંન્ને શાળાઓના પ્રિન્સિપાલ માંયકલ સેબસટીયન (ન્યૂ એરા ગ્લોબલ સ્કુલ ) અને સીમાબેન જાડેજા (ન્યૂ એરા પબ્લિક સ્કુલ) એ ઘણી જહેમત ઉઠાવી હતી.

- text