હળવદ : ઘનશ્યામપુરની શાળામાં સીસીટીવી કેમેરા મુકવા મામલે બઘડાટી : સામસામી ફરિયાદ

- text


હળવદ : હળવદના ઘનશ્યામપુર ગામે આવેલ સરકારી શાળામાં સીસીટીવી કેમેરા મુકવા મામલે આચાર્ય અને ગામના એક શખ્સ વચ્ચે મારામારી થઈ હતી.બાદમાં બન્ને પક્ષે સામસામી ફરિયાદ નોંધાવી હતી.હળવદ પોલીસે બન્ને પક્ષની સામસામી ફરિયાદ નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

આ બનાવની હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે, હળવદના ઘનશ્યામપુર ગામે રહેતા રમેશ ઠાકરશીભાઈ સોનાગ્રાએ ગામના રહેતા રાજુભાઇ દીલીપભાઇ ઉર્ફે દીલુભાઇ લીબોલા સામે ફરિયાદ નોંધાવી હતી કે, ઘનશ્યામપુર ગામે આવેલ સરકારી શાળામાં સીસીટીવી કેમેરા મુકવા મામલે ફરિયાદિના ભાઈ એવા આ શાળાના આચાર્ય ઘનશ્યામભાઈ સોનાગ્રા અને આરોપી વચ્ચે માથાકૂટ થઈ હતી.જેનો ખાર રાખીને આરોપીએ ફરિયાદી પર હુમલો કર્યો હતો.જ્યારે સમાપક્ષના રાજુભાઇ દીલીપભાઇ ઉર્ફે દીલુભાઇ લીબોલા ઉ.વ. ૨૫ ધંધો ખેતી રહે. ઘનશ્યામપુર તા. હળવદ વાળાએ ઘનશ્યામભાઇ ઠાકરશીભાઇ , રમેશભાઇ ઠાકરશીભાઇ સોનગ્રા , રમેશભાઇ નરશીભાઇ , ભુદરભાઇ શામજીભાઇ સામે વળતી ફરિયાદ નોંધાવી હતી કે આરોપીઓએ સીસીટીવી કેમેરા લગાવવા બાબતે બોલચાલી કરી ઝગડો કરી ગાળો આપી પાઇપ વતી તેમજ ધોકા વડે માર માર્યો હતો અને આરોપીઓએ ફરિયાદીને ઢીકાપાટુનો માર માર્યો હોવાની ફરિયાદ નોંધાવતા હળવદ પોલીસે તપાસ હાથ ધરી છે.

- text