દહેરાદૂનમાં આયોજિત States of Danceમાં મોરબીના યુવા ડાન્સરને ઝળહળતી સફળતા

- text


મોરબી : મોરબીમાં આવેલ એમ. જે. ડાન્સ ક્લાસીસના યુવા કોરિયોગ્રાફર દર્શ પંડ્યા ફરી એકવાર ઓલ ઇન્ડિયા નેશનલ લેવલ ચેમ્પિયનશિપ States of Danceમાં પસંદગી પામ્યા હતા. આ સ્પર્ધા ઉત્તરાખંડના દહેરાદુન ખાતે યોજાઈ હતી. જેમાં દર્શ પંડ્યા ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેમજ ઓલ ઇન્ડિયા સોલો સિનિયર ડાન્સર કેટેગરીમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી છઠ્ઠો ક્રમાંક પામી વિજેતા ઘોષિત થઈને મોરબી અને ગુજરાતનું નામ રાષ્ટ્રીય કક્ષાએ રોશન કર્યું હતું. તેઓએ આ સિદ્ધિ બદલ મેડલ એન્ડ સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા. આ ઝળહળતી સફળતા બદલ તેઓને પરિવારજનો તથા મિત્રવર્તુળ શુભેચ્છા પાઠવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે તેઓ આ અગાઉ પણ રાષ્ટ્રીય કક્ષાની ડાન્સ સ્પર્ધાઓ તથા રિયાલિટી શો જેવા કે ડાન્સ ડ્રીમ, ઇન્ડિયન ડાન્સ આઇડલ, સ્ટાર ઓફ ગુજરાત, લફઝો કા ટશનમાં ભાગ લઇ વિજેતા ઘોષિત થઇ ચુક્યા છે.

- text