મોરબીની નવજીવન વિદ્યાલયની છાત્રાઓનું બાલ પ્રતિભા શોધ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન

- text


મોરબી : ગુજરાત રાજ્ય રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના કમિશ્નકમિશ્નર દ્વારા આયોજિત અને જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી, રાજકોટ જિલ્લા સંચાલિત ‘રાજ્ય કક્ષા બાલ પ્રતિભા શોધ સ્પર્ધા’માં મોરબીના રવાપર ગામની બાજુમાં આવેલ નવજીવન વિદ્યાલયના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું.જેમાં વિભાગ A લગ્નગીત સ્પર્ધામાં અઘારા વિશ્વા વિરલભાઈ તેમજ વિભાગ Bમાં લગ્નગીત સ્પર્ધામાં જોશી વૃષ્ટિ હિરેનભાઈએ સંગીત ગુરુ તુષારભાઈ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ છે. આ સિદ્ધિ બદલ તેઓને જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલબેન વ્યાસ તેમજ પ્રાંત યુવા વિકાસ અધિકારી નીરાતીબેન અંતાણીએ અભિનંદન પાઠવેલ છે. તેમજ નવજીવન વિદ્યાલયનું ગૌરવ વધારવા બદલ તેઓને શાળાના સંચાલક ડી. બી. પાડલીયા, આચાર્ય અતુલભાઈ તથા નવજીવન વિદ્યાલય પરિવારે હર્ષની લાગણી અનુભવીને અભિનંદન પાઠવી ભવિષ્યમાં પ્રગતિ કરે તેવી શુભેચ્છા પાઠવી છે.

- text