જુના દેવળિયા ગામ પાસે કાર હડફેટે બાઈક ચાલકનું મોત

- text


હળવદ : માળીયા હળવદ હાઈવે ઉપર જુના દેવળિયા ગામ પાસે બાઈકચાલક વૃદ્ધને કારચાલકે હડફેટે લેતા તેમનું મોત નીપજ્યું હતું.

પ્રાપ્ત વિગત મુજબ ગઈકાલે માળીયા હળવદ હાઈવે ઉપર જુના દેવળિયા ગામ પાસેથી બાઇક નં. જીજે ૧૩ પીપી ૭૪૨૬ લઇને પસાર થઇ રહેલા રમેશભાઈ (ઉ.વ. ૬૪)ને કારચાલકે (કાર નં. જીજે ૩ ડીજી ૮૩૫૭) હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં રમેશભાઈને માથાના અને મોઢાના ભાગ ઉપર ગંભીર ઇજાઓ થતા તેઓનું મૃત્યુ નીપજ્યું હતું.

- text

આ બનાવની હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં મૃતક રમેશભાઈના અમદાવાદમાં રહેતા દીકરી ધર્મિષ્ઠાબેન અમિતભાઈ પટેલએ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

- text