મોરબીની વિવિધ સંસ્થાઓ દ્વારા CAAના સમર્થનમાં કલેકટરને આવેદન

- text


મોરબી : હાલ દેશભરમાં CAA (Citizenship Amendment Act – નાગરિકતા સુધારણા કાયદો)નો વિરોધ કરવા માટે ઉગ્ર આંદોલન ચાલી રહ્યા છે ત્યારે મોરબીના શિવસેનાના પક્ષ, મહાકાલ સતવારા મિત્ર મંડળ અને વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સંબોધીને કલેકટરને CAAના સમર્થનમાંઆવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

આ લેખિત રજૂઆત અનુસાર ભારત સરકારે પડોશી દેશોના લઘુમતી સમુદાય માટે નાગરિકતા સંશોધન અધિનિયમ બનાવીને ભારતના આત્માને જ પ્રખરતાથી પ્રગટ કર્યો છે. સ્વામી વિવેકાનંદે શિકાગોના તેના ઐતિહાસિક ભાષણમાં કહેલું કે મને ગૌરવ છે કે હું એક એવા રાષ્ટ્રનો પ્રતિનિધિ છું. જેને જુલમનો ભોગ બનેલા તથા નિરાશ થયેલા પૃથ્વીના તમામ ધર્મો અને દેશોના લોકોને આશ્રય આપ્યો છે. આજે ભારતે પડોશી દેશોના શરણાર્થી અલ્પસંખ્યકો હિંદુ, શીખ, બૌદ્ધ, જૈન અને ઈસાઈને નાગરિકતા આપતો કાયદો બનાવી ભારતીયતાના પુનર્જાગરણનો પરિચય આપ્યો છે.

- text

પડોશી દેશના લઘુમતી શરણાર્થીઓને નાગરિકતા આપતા આ કાયદા માટે ભ્રમ ફેલાવીને અને દેશના મુસ્લિમોને ઉશ્કેરીને આ કાયદાનો વિરોધ કરનારા દેશના સંવિધાનની અવમાનના કરી રહ્યા છે બહુમતીથી પસાર થયા બાદ રાષ્ટ્રપતિની સહી સાથે નાગરિકતા અંગેનું આ સંશોધન કાયદો બન્યો છે ત્યારે પડોશી દેશોના ત્રાહિત લઘુમતીઓને નવજીવન આપનાર આ કાયદાનો વિરોધએ માનવતાનો વિરોધ છે.

આ તકે સંવિધાન બચાવો મંચના નેજા હેઠળ ઉપરોક્ત ત્રણેય સંસ્થાઓએ માંગણી કરે છે કે નાગરિકતા સંશોધન અધિનિયમનો વિરોધ કરી દેશમાં અરાજકતા ફેલાવતા દેશદ્રોહી તત્વપ સામે સરકાર કડક કાર્યવાહી કરે અને આ કાયદાનો સત્વરે અમલ કરી લાખો શરણાર્થીઓ માટે હિંદુ, શીખ, બૌદ્ધ, જૈન અને ઈસાઈ બંધુઓને ભારતની નાગરિકતા આપી સ્વાભિમાનપૂર્વક જીવવાના તેમના અધિકારનું રક્ષણ કરે.

- text