મોરબીમાં આર્ય ભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર છાત્રોને ગુરુવારે સૂર્ય ગ્રહણનો અવકાશી નઝારો બતાવશે

- text


એલ.ઇ. કોલેજ ગ્રાઉન્ડ ખાતે આયોજન : સૂર્યગ્રહણ જોવા ઇચ્છતી શાળાએ મંગળવાર સુધીમાં રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે

મોરબી : મોરબી જીલ્લાની તમામ શાળાના વિદ્યાર્થીઓને સૂર્ય ગ્રહણનું પ્રત્યક્ષ દર્શન કરાવવા માટે ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી – ગાંધીનગર, ગુજરાત સરકાર દ્વારા માન્ય આર્ય ભટ્ટ લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા એલ.ઈ. કોલેજ ખાતે આયોજન કરવામાં આવ્યું છે.

ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી – ગાંધીનગર, ગુજરાત સરકાર દ્વારા માન્ય “આર્ય ભટ્ટ” લોક વિજ્ઞાન કેન્દ્ર – મોરબી દ્વારા આગામી તા. ૨૬ના સાવરે ૮ વાગ્યાથી ૧૦ વાગ્યા સુધી જે સુર્ય ગ્રહણ થવાનું છે, તેને નિહાળી શકાય તે માટે મોરબી જીલ્લાની તમામ શાળાઓમાં આ નજારો જોવા એક પ્રયોગ દર્શાવાયો છે. જે માટે એક ફુટબોલની ઉપર સાદી આરસી ( નાનો અરીસો ) ચોંટાડી ટેબલ પર ધૂળથી ભરેલ ડીસમાં મૂકી સુર્ય કિરણો પડે એ રીતે ગોઠવો. આ ફુટબોલ + આરસીને એ રીતે ગોઠવો કે તેનું પ્રતિબિંબ સ્કૂલની દિવાલ પર પડે, જેથી કરીને સ્કૂલની દિવાલ પરનાં પ્રતિબિંબને વિદ્યાર્થીઓને બતાવી સુર્ય ગ્રહણને નિહાળી શકાય.

- text

મોરબી ખાતે “આર્ય ભટ્ટ” લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા સુર્ય ગ્રહણનાં સમયે સવારે 8 થી 10 / 30 દરમ્યાન એલ.ઈ. કોલેજ ગ્રાઉન્ડ પર પ્રત્યક્ષ જોવાની ગોઠવણી કરવામાં આવી છે. સ્કૂલનાં વિદ્યાર્થીઓને લાભ લેવાં માટે નિમંત્રણ આપવામાં આવેલ છે. આ સુર્ય ગ્રહણને પ્રત્યક્ષ નિહાળવાનાં આયોજનથી સમાજમાં રહેલી અંધશ્રદ્ધા અને ડર દૂર કરી જાગૃતિ લાવવાનો હેતું છે. આ સુર્ય ગ્રહણને એલ.ઈ. કૉલેજ ગ્રાઉન્ડ મોરબી ખાતે પ્રત્યક્ષ જોવા ઈચ્છતાં સ્કૂલના વિદ્યાર્થીઓના નામ આવતીકાલે તા. ૨૪ ડિસેમ્બર સુધીમા “આર્ય ભટ્ટ” લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી ખાતે રૂબરૂ કે વૉટ્સપ નં. 8780127202 / 9824912230 પર નોંધાવવા જિલ્લા સંયોજક એલ.એમ. ભટ્ટ, દિપેન ભટ્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે.

- text