મોરબીમાં નિલકંઠ વિદ્યાલય અને આદ્યા ફાઉન્ડેશન આયોજિત બિઝનેસ ટાયકુન એવોર્ડનો શુભારંભ

- text


ધારાસભ્ય બ્રિજેશ મેરજા અને જિલ્લા શિક્ષણાધિકારી ભરતભાઈ સોલંકીના હસ્તે ઉદ્દઘાટન : ટાયકુનમાં વીસ જેટલા સ્ટોરમાં વિવિધ વસ્તુના વેચાણ દ્વારા વિદ્યાર્થીઓને અપાતું બિઝનેસનું પ્રેક્ટિકલ નોલેજ

મોરબી : ઔદ્યોગિક ક્ષેત્રમાં હરણફાર વિકાસનું ઉદાહરણ એટલે આપણું મોરબી શહેર,જેની રગેરગમાં બિઝનેસની કોઠાસૂઝ રહેલી છે,તેવા મોરબીના લોકો છે આ જ મોરબીના ઔદ્યોગિક સાહસિક વિદ્યાર્થીઓને ધંધાકીય પ્રેક્ટિકલ જ્ઞાન મળી રહે તે હેતુથી આદ્યા ફાઉન્ડેશન અને નિલકંઠ વિદ્યાલયના સથવારે”બિઝનેસ ટાયકુન એવોર્ડ-2019 નું આયોજન કરવામાં આવેલ છે. જેનું ઉદ્દઘાટન ધારાસભ્ય બ્રિજેશ મેરજા, ડી.ઇ.ઓ.ભરતભાઈ સોલંકી, દિનેશભાઈ વડસોલા જીતુભાઈ વડસોલા, નવનીતભાઈ કાસુંદ્રા, જે.પી.પાડલીયા વગેરેના હસ્તે કરવામાં આવ્યું હતું.આ ટાયકુનમાં 20 જેટલા જુદા જુદા સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે.જેમાં વિદ્યાર્થીઓ ખાણી પીણીની વસ્તુઓ જાતે બનાવીને બે દિવસ સુધી વેચાણ કરશે અને તેમજ ઘર વપરાશની ચીજો અન્ય જીવન જરૂરી વસ્તુઓ જેવી કે બુટ ચપલ, કટલેરી,હોજીયારી વગેરે વસ્તુઓનો વેપાર કરશે અને ધંધાકીય પ્રેક્ટિકલ જ્ઞાન મેળવશે.

- text

વિદ્યાર્થીઓએ પોતે જાતે રળેલા રૂપિયામાંથી અમુક હિસ્સો જરૂરીયાતમંદોને દાન કરવામાં આવશે, સાથે સાથે વિદ્યાર્થીઓ માટે બંને દિવસ સાંજે ડાન્સ કોમ્પિટિશન અને દર કલાકે ડેઇલી બોનસ ગેમનું પણ આયોજન કરવામાં આવેલ છે,વિદ્યાર્થીઓને વિવિધ એવોર્ડ જેવા કે બિઝનેસ ટાયકુન એવોર્ડ,ઇકો ફ્રેન્ડલી એવોર્ડ,બેસ્ટ માર્કેટિંગ એવોર્ડથી નવાજવામાં આવશે સમગ્ર મોરબીની જનતાને આ ટાયકુનનો લાભ લેવાનું આયોજકો તરફથી આમંત્રણ પાઠવેલ છે.

- text