મોરબીમાં CAAના સમર્થનમાં સિરામિક – ક્લોક એસો. સહિતના 17 સંગઠનોનું ક્લેકટરને આવેદન

- text


સંવિધાન બચાવો મંચના નેજા હેઠળ ડોકટરો, શિક્ષકો, સીરામીક ઉધોગ અને ક્લોક ઉધોગના સંગઠનો જોડાયા : ભારતના નાગરિકોને કોઈપણ જાતનું નુકશાન નહી થાય અને ખોટી અરાજકતા ન ફેલાવવા અનુરોધ

મોરબી : નાગરિકતા સંશોધન બીલના લઈને દેશના અન્ય ભાગોમાં ભારે વિરોધનો જુવાળ ઉભો થયો છે. ત્યારે નાગરિકતા બિલ ભારતના હિતમાં જ હોવાનું અને ખોટી અરાજકતા ન ફેલાય તે માટે સંવિધાન બચાવો મંચના નેજા હેઠળ મોરબીના પ્રબુદ્ધ નાગરિકો આગળ આવ્યા છે અને આજે સીરામીક,ક્લોક,ડોકટર,શિક્ષક સહિતના 17 એસોસિએશન અને સંગઠનોના અગ્રણીઓએ નાગરિકતા બીલના સમર્થનમાં કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું અને ભારતમાં રહેતા તમામ જાતના નાગરિકોને આ બીલથી કોઈપણ જાતનું નુકશાન થવાનું નથી એથી ખોટી રીતે ગેરમાર્ગે દોરાઈને આરાજકતા ન ફેલાવવાનો અનુરોધ કર્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા પસાર થયેલા નાગરિકતા સંશોધન કાયદાને લઈને દેશના અન્ય ભાગોમાં ભારે વિરોધનો વંટોળ જાગ્યો છે ત્યારે નાગરિકતા બીલને લઈને લોકો ખોટી રીતે ગેરમાર્ગે દોરાઈને દેશની શાંતિને ભંગ ન કરે તે માટે આજે નાગરિકતા બીલના સમર્થનમાં મોરબીના પ્રબુદ્ધ નાગરિકો આગળ આવ્યા છે અને નાગરિકતા બીલના સમર્થનમાં સીરામીક, ક્લોક, શિક્ષક, વેપારીઓ સહિતના વિવિધ 17થી વધુ એસોસિએશનો અને સંગઠનો દ્વારા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનપત્ર જણાવ્યું હતું કે, ભારત સરકારે પાડોશી દેશના લઘુમતી સમુદાયના લોકો માટે નાગરિકતા સંશોધન અધિનિયમ બનાવીને ભારતના આત્માને પ્રખરતાથી પ્રગટ કર્યો છે. આજે ત્રણ પાડોશી દેશમાંથી શરણાર્થી થઈને ભારતમાં આવતા વિવિધ સમુદાયના લોકો માટે નાગરિકતા કાયદો મહત્વનો છે. ત્યારે પડોશી દેશોના શરણાર્થીઓને ભારતીય નાગરિક બનાવવાના આ કાયદાને લઈને ખોટો ભ્રમ ફેલવીને અરાજકતા ફેલાવાય છે તે બાબત ધણી દુઃખદ છે.સંસદના બન્ને સદનમાં કાયદો બહુમતીથી પસાર થયા બાદ શરણાર્થીઓને નવું જીવન આપતા આ કાયદાનો વિરોધ કરવો એ માનવતાનો વિરોધ છે.

- text

પાડોશી દેશોમાં લઘુમતીઓનું શોષણ જગજાહેર છે. ત્યારે પાડોશી દેશોમાંથી નર્કથી બદતર જિંદગી જીવતા લોકો ત્યાંથી ભાગીને ભારત આવે ત્યારે અહીં પણ મજબુરી છુપાઈને જિંદગી વિતાવવી પડે તે માટે કાયદો તેમને સન્માન જનક નાગરિકતાનો હક્ક આપનાર છે અને મોરબી સંવિધાન મચ આ નાગરિકતા બીલને સમર્થન આપે છે જોકે આ કાયદાથી ભારતમાં પહેલેથી નાગરિકતા ધરાવતા તમામ ધર્મના લોકોના હિતને કોઈપણ જાતનું નુકશાન થશે નહીં. તેથી ખોટા ભ્રમથી ન દોરવાઈને ખોટી અરાજકતા ન ફેલાવવાનો અનુરોધ કર્યો છે.સંવિધાન બચાવો મંચે સરકાર પાસે એવી માંગણી કરી હતી કે,નાગરિકતા બીલનો વિરોધ કરીને ખોટી અશાંતિ ફેલાવતા તત્વો સામે કડક કાર્યવાહી કરે અને આ કાયદોનો સત્વરે અમલ કરી હજારો શરણાર્થીઓ ભારતમાં સ્વમાન પૂર્વક જીવન જીવી શકે તે માટે તેમને નગરિકતાનો અધિકાર આપી તેમના અધિકારોનું રક્ષણ કરે તેવી માંગ કરી હતી.

- text