ટંકારા : ભાલોડીયા સાયન્સ કોલેજમાં બિઝનેસ ઇવેન્ટ યોજાઇ

- text


ટંકારા : ટંકારા રેવાબેન ઓધવજીભાઈ ભાલોડિયા સાયન્સ કોલેજમા બિઝનેસ ઈવેન્ટનુ આયોજન કરવામાં આવ્યું હતું. આ બિઝનેસ ઇવેન્ટમાં છાત્રાઓએ વેપાર કરી કમાણી કરવાનું પ્રેક્ટિકલ જ્ઞાન પ્રાપ્ત કર્યુ હતું. આ તકે કોલેજના આચાર્ય માકાસણા કોલેજના ભોરણીયા માધ્યમિક શાળાના કાનાણીભાઈ સહીત તમામ શિક્ષકોની ઉપસ્થિતિમાં રીબિન કાપી ઈવેન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવેલ હતું. જેમા ખાણીપીણીની દુકાન, યાદશક્તિની ઓફર સહીતની દુકાનો ઉભી કરી હતી. જેમાં ગ્રાહકો તરીકે અન્ય વિદ્યાર્થીઓએ જોડાઈને ભાગ લેનાર વિદ્યાર્થીનીઓનો ઉત્સાહ વધાર્યો હતો. આ તકે શાળા પરિવારે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.

- text