મોરબીમાં ફુડ વિભાગ દ્વારા મોમાઈ ચીકીના ગોડાઉન-કારખાનામાં સઘન ચેકિંગ

- text


ફૂડ વિભાગે મોમાઈ ચીકીમાંથી નમૂના લઈને પૃથક્કરણ માટે લેબોરેટરીમાં મોકલ્યા

મોરબી : મોરબીમાં થોડા સમય પહેલા ક્રિષ્ના બેકરીની બ્રેડમાંથી મૃત ઉંદર નીકળ્યા બાદ ફ્રુડ વિભાગ સફાળું જાગ્યું છે.જોકે આ ક્રિષ્ના બેકરીમાંથી નુમુના લીધા બાદ અન્ય જગ્યાએ ચેકિંગ હાથ ધર્યું છે.જેમાં આજે ફૂડ વિભાગે મોમાઈ ચિકિના ગોડાઉન-કારખાનામાં ચેકિંગ હાથ ધર્યું હતું અને તેમાંથી નમૂના લઈને પૃથક્કરણ માટે લેબોરેટરીમાં મોકલ્યા છે.

- text

મોરબી ફુડ વિભાગે છેલ્લા ઘણા સમય બાદ આળસ ખંખેરીને ખાદ્ય પદાર્થમાં ભેળસેળ મામલે ચેકિંગની કામગીરી હાથ ધરી છે. જેમાં ફુડ વિભાગ શરુ થયાં બાદ પ્રથમ વખત ફુડ વિભાગ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. થોડા સમય પહેલા ક્રિષ્ના બેકરીમાંથી ઉંદર નિકળવાની ઘટના બાદ ફુડ વિભાગ સફાળું જાગ્યું છે. અને આજે લાતી પ્લોટ વિસ્તારમાં આવેલા મોમાઈ ચિકિના ગોડાઉન અને કરખાનામાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું અને ફુડ વિભાગે શંકાસ્પદ લાગતા સિંગ પાક અને તલ પાકના નમૂના લીધા છે જેને લેબોરેટરીમાં મોકલવાની તજવીજ હાથ ધરી છે. જેની લેબોરેટરી થયા બાદ જ ઘટતી કાર્યવાહી કરવામાં આવશે તેવું ફુડ વિભાગના કર્મચારીઓ એ જણાવ્યુ છે .ત્યારે ફૂડ વિભાગ આ કામગીરી વધુ સઘન બનાવીને મોરબી શહેરમાંથી ખાદ્યપદાર્થમાં ભેળસેળની પ્રવૃતિને નેસ્તનાબૂદ કરે તેવી માંગ ઉઠી છે.

- text