મોરબી : સોઓરડી વિસ્તારના મકાનમાંથી 91 ઈંગ્લીશ દારૂની બોટલો સાથે એક ઝડપાયો

- text


મોરબી : મોરબીના સામાકાંઠે સોઓરડી અંદર આવેલ વરિયા નગરના એક રહેણાંક મકાનમાંથી બી ડિવિઝન પોલીસે 91 બોટલ ઈંગ્લીશ દારૂ સાથે એક શખ્સને ઝડપીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

મોરબી જિલ્લા પોલીસ વડા કરનરાજ વાઘેલાની મોરબી શહેરમાં દારૂનું દુષણ નાબૂદ કરવાની સુચનાને પગલે મોરબી બી ડિવિઝન પીઆઇ ગઢવી તથા સ્ટાફના ક્રિપાલસિંહ ચાવડા,કિશોરદાન ગઢવી, અર્જુનસિંહ ઝાલા, એ.પી. જાડેજા,વનરાજભાઈ ચાવડા,રમેશભાઈ મિયાત્રા,મુકેશભાઈ ઝીલરીયા, ભગીરથભાઈ લોખીલ સહિતનાએ બાતમીના આધારે શહેરના સામાકાંઠે સોઓરડી પછળ આવેલ વરિયા નગર શેરી નંબર 14 ના રહેણાંક મકાનમાં દોરડો પાડ્યો હતો.બ ડિવિઝન પોલીસે આ મકાનની જડતી લઈને મકાનમાંથી રૂ.38300 ની કિંમતની 91 ઈંગ્લીશ દારૂની બોટલ સાથે મકાન માલિક રવિ રાજુભાઇ રાઠોડ ઉ.વ.21ને ઝડપી લીધો હતો.તેમજ બીજો આરોપી સંદીપ બેચરભાઈ ચાઉ હાજર ન મળી આવતા તેની સાથે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text