સ્પોર્ટ્સ ક્વોટામા ખાલી પડેલ જગ્યા પર ભરતી અંગે જાહેરાત

- text


મોરબી : Head Constable / GD Sportsman and Women in CISF Against sports quota-2019ની ખાલી પડેલ જગ્યાઓ ભરવા ધોરણ-૧૨ પાસ અને રમતવીરો, એથ્લેટ્સ વગેરેનું રાજ્ય/રાષ્ટ્રીય/આંતરરાષ્ટ્રીય પ્રમાણપત્ર ધરાવતા ઉમેદવારો કે જેઓ ૧૮થી ૨૩ (તા.૦૧/૦૮/૨૦૧૯ના રોજ) વર્ષની ઉંમર ધરાવે છે, તેવા ઉમેદવારો પાસેથી પોસ્ટ મારફત અરજીઓ મંગાવવામાં આવેલ છે. આ ભરતી પ્રક્રિયામાં અનામત કક્ષાના ઉમેદવારોને નિયમાનુસાર છુટ-છાટ મળવાપાત્ર થશે. આ અંગેની વિગતવાર માહિતી અભ્યાસ કરી તેમાં દર્શાવેલ માપદંડો સંતોષતા હોય તેવા ઉમેદવારોએ પોસ્ટ મારફત અરજી કરવા જરૂરી વિગત https://cisfrectt.in વેબસાઈટ પરથી મેળવી તારીખ: ૨૪/૧૨/૨૦૧૯ સાંજે-૫:૦૦ કલાક સુધીમાં વેબસાઈટ પર જણાવેલ સરનામે અરજી મળી જાય તે રીતે કરવા જિલ્લા રોજગાર અધિકારી મોરબીની યાદીમાં જણાવાયું છે.

- text