મોરબી પાલિકામાં દોઢ માસથી પગાર ન થતા રોજમદાર સફાઈ કર્મચારીઓ વિર્ફયા : ઉગ્ર રજુઆત

- text


ચીફ ઓફિસર અને સેનેટરી ઇન્સપેક્ટરને રજુઆત કરતા ટૂંક સમયમાં પગાર પ્રશ્ન હલ કરવાની ખાતરી આપી

મોરબી : મોરબી નગરપાલિકામાં સફાઈનું કામ સાંભળતા રોજમદાર સફાઈ કર્મચારીઓના દોઢ માસથી પગાર ન થતા આ રોજમદારો વિફર્યા હતા અને રોજમદાર સફાઈ કમરચારીઓએ પાલિકાના ચીફ ઓફિસર તથા સેનેટરી ઇન્સપેક્ટરને ઉગ્ર રજુઆત કરી હતી. જો કે પગારના અવારનવાર ધાંધીયા થતા હોવાથી આ પ્રશ્નનું કાયમી નિરાકરણ લાવવાની માંગ કરી હતી. આથી, ચીફ ઓફિસરે તેમના પગાર પ્રશ્નને હલ કરવાની ખાતરી આપી હતી.

- text

મોરબી નગરપાલિકામાં રોજમદાર સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા કર્મચારીઓ છેલ્લા દોઢ માસથી પગારથી વિચિત છે.દોઢ માસથી પગાર ન થતા સામાન્ય સફાઈ કામદારોને ધરનું ગુજરાન ચલાવવા ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જો કે નગરપાલિકામાં રોજમદાર કર્મચારીઓના પગારના વારંવાર ધાંધીયા થાય છે. આથી, સામાન્ય આવક ધરાવતા આ રોજમદાર કર્મચારીઓ સમયસર પગાર ન થવાથી મુશ્કેલીમાં મુકાઈ જાય છે. ફરીવાર દોઢ માસથી પગાર ન થતા રોજમદાર સફાઈ કર્મચારીઓ વારંવારની પગારની કડાકૂટથી ભારે રોષે ભરાયા હતા અને આજે રોજમદાર સફાઈ કર્મચારીઓએ પાલિકાના ચીફ ઓફિસર અને સેનેટરી ઇન્સપેક્ટરને ઉગ્ર રજુઆત કરી હતી.જેના પગલે ચીફ ઓફિસરે રોજમદાર સફાઈ કર્મચારીઓના પગાર પ્રશ્નને ટુક સમયમાં હલ કરવાની ખાતરી આપી હતી. જો કે સફાઈ કામદારોએ વારંવાર પગારના ધાંધીયા થતા હોય આ પ્રશ્નો કાયમી ઉકેલ લાવવાની ઉગ્ર માંગ કરી હતી.

- text