વાંકાનેર : નવી ટ્રાન્સપોર્ટ ઓફીસ શરૂ કરવા મામલે ટ્રાન્સપોટરને માર મારી અપહરણની કોશિશ કર્યાની ફરિયાદ

- text


ચાર શખ્સો સામે વાંકાનેર સીટી પોલીસ મથકે ગુનો નોંધાયો

વાંકાનેર : વાંકાનેરમાં નવી ટ્રાન્સપોર્ટ ઓફીસ શરૂ કરવા મામલે ટ્રાન્સપોટરને ચાર શખ્સોએ માર મારી કારમાં બળજબીરીથી અપહરણ કરવાની કોશિશ કર્યાની વાંકાનેર સીટી પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.વાંકાનેર પોલીસે આ ફરિયાદના આધારે ચાર શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર શૈલેષભાઇ ઉર્ફે મુન્નાભાઇ કાથડભાઇ પઢારીયા ઉ.વ ૩૦ રહે ચાચાપર વાળાએ નારણભાઇ કરમશીભાઇ રાઠોડ,નીતીનભાઇ નારણભાઇ રાઠોડ, ચીરાગ નારણભાઇ રાઠોડ રહે ત્રણેય મોરબી ત્રાજપર ચોકડી વૃંદાવન સોસાયટી તથા જીગ્નેશભાઇ રૈયાભાઇ ટોટા રહે મોરબી નવલખી રોડ સામે વાંકાનેર સીટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે,ગત તા.૬ ના રોજ લાલપર ગામ પાસે ઇન્ડીયન ઓઇલના પેટ્રોલપંપ પાસે બનેલા આ બનાવમાં ફરિયાદી આરોપી નારણભાઇ કરમશીભાઇ રાઠોડના ચાંમુડા ટ્રાન્સપોર્ટમા પ્રાઇવેટ નોકરી કરતા હતા અને બાદમા ફરિયાદીએ પોતાની અલગથી ટ્રાન્સપોર્ટની ઓફીસ શરૂ કરી હોય અને જુના ગ્રાહકો ફરિયાદીની ઓફીસે જતા હોય જે બાબતનો ખાર રાખી આરોપીઓએ એકસંપ કરી આ કામના ફરિયાદીને ગાળો આપી ઢીંકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી મારી નાખવાના ઇરાદે બોલેરો પીક અપ જી.જે-૩૬ ટી.૩૧૯૭ વાળીમા બેસાડી અપહરણની કોશીષ કરીને રાણેકપર ગામના બોર્ડ પાસે ફરિયાદીને ઉતારી નાશી છૂટ્યા હતા.બાદમાં તેમણે આ બનાવની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

- text

- text