મોરબી શહેરના વિકાસ માટે કોર્પોરેશનનો દરજ્જો જરૂરી : વૈદ્ય સભા

- text


મોરબી : વધતી જતી વસ્તીની ગીચતા અને આડેધડ દબાણોને કારણે સાંકડા થતા જતા રોડ રસ્તાથી ત્રસ્ત પ્રજાને વિવિધ સમસ્યાઓથી છુટકારો અપાવવા મોરબીને તત્કાલિક ‘મુડા’ (મોરબી અર્બન ડેવલોપમેન્ટ એરિયા) જાહેર કરવાની માંગ વૈદ સભાના પ્રમુખે કરી છે.

- text

મોરબી દિવસેને દિવસે વિસ્તરી રહ્યુ છે. વધતી જતી વસ્તીની ઘનતાને કારણે હાલ અસ્તિત્વ ધરાવતા રોડ-રસ્તાઓ સાંકડા પડી રહ્યા છે. વળી નાની શેરીઓ અને સોસાયટીઓમાં ગેરકાયદે દબાણો થઈ જવાથી ટ્રાફિકજામ તેમજ અકસ્માતો સહિતની સમસ્યા વકરી રહી છે. આ દરેક પરિસ્થિતિના સમાધાન માટે મોરબી શહેરને ‘મુડા’નો દરજ્જો આપી કોર્પોરેશન બનાવવાની રજૂઆત વૈદ સભાના પ્રમુખ ડૉ. બી.કે.લહેરુએ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સમક્ષ કરી છે. જોકે હાલમાં જ તંત્ર દ્વારા મોરબી નગર પાલિકાને કોર્પોરેશનનો દરજ્જો આપવાની ચોખી ના પાડી દીધી છે. ત્યારે ફરીથી મોરબીની સંસ્થાઓ દ્વારા આ અંગે રજુઆત કરવામાં આવી છે.

- text