મોરબી : 250થી વધુ આરોગ્ય કર્મીઓ માસ સીએલ મૂકી ધરણા પ્રદર્શન કરશે

- text


પડતર પ્રશ્ને અગાઉ તબક્કાવાર લડત ચલાવવા છતાં સરકારે મચક ન આપતા આરોગ્ય કર્મચારીઓ આક્રમક મૂડમાં : ફરીથી જલદ આંદોલન કરવાનું એલાન

મોરબી : મોરબી જિલ્લાના આરોગ્ય કર્મચારીઓએ ફરીથી પડતર પ્રશ્ને જલદ આંદોલન ચાલવાનું એલાન આપ્યું છે. અગાઉ તબક્કાવારની લડત ચાલવવા છતાં સરકારે નમતું ન જોખતા આરોગ્ય કર્મચારીઓ પોતાના હક્ક હિસ્સા માટે લડી લેવાના મૂડમાં જણાઈ રહ્યા છે. આરોગ્ય કર્મચારીઓ લડત ચલાવવાનું એલાન આપી આગામી સમયમાં જિલ્લા પંચાયત કચેરી ખાતે માસ સીએલ ઉપર ઉતરી ધરણા પ્રદર્શન કરવાની જાહેરાત કરી છે.

મોરબી સહિત રાજ્યના આરોગ્ય કર્મચારીઓએ ફરી સરકાર સામે પડતર પ્રશ્ને ન્યાય મેળવવા માટે લડત ચલાવવાની જાહેરાત કરી છે. જેમાં આરોગ્ય કર્મચારી મહાસંધ મોરબીના પ્રમુખ સુરેશભાઈ બોપલીયા, ઉપપ્રમુખ તોફિકભાઈ બેલીમ, મુખ્ય કન્વીનર ડી. ટી. કૈલા સાહિતનાએ જણાવ્યું હતું કે ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંધ ગાંધીનગરના નેતુત્વ હેઠળ અગાઉ આરોગ્ય કર્મચારીઓએ પોતાના પડતર પ્રશ્ને ન્યાય મેળવવા માટે તબક્કાવારની લડત ચલાવી હતી અને પોતાની માંગણીઓ અંગે આવેદનપત્ર આપ્યું હતું. સરકારે આ પ્રશ્ન અંગે યોગ્ય કરવાની ખાતરી આપી હતી. પણ ત્યારબાદ આ દિશામાં કોઈ કાર્યવાહી કરી ન હતી.

- text

આથી, પોતાની સાથે છેતરપીંડી થયાના ઉગ્ર રોષ સાથે આરોગ્ય કર્મચારીઓએ ફરી સરકાર સામે મોરચો માંડ્યો છે. પોતાના પડતર પ્રશ્ને ન્યાય મેળવવા માટે સરકાર સામે લડત ચલાવવાની રણનીતિ ધડવા માટે તાજેતરમાં રાજ્ય આરોગ્ય કર્મચારી સંઘ દ્વારા પદમડુંગરી ખાતે બેઠક મળી હતી. જેમાં સર્વાનુમતે ફરીથી સરકાર સામે જોરદાર લડત ચલાવવાનો નિર્ણય લેવાયો છે અને આ અદોલન અંગે સંબંધિત તંત્રને લેખિતમાં જાણ કરી દેવામાં આવી છે. ત્યારે આગામી સમયમાં મોરબી જિલ્લા પંચાયત કચેરી ખાતે 250થી વધુ આરોગ્ય કર્મચારીઓ માસ સીએલ ઉપર ઉતરી ઘરણા પ્રદર્શન કરશે.

- text