મોરબી સિનિયર સીટીઝન કાઉન્સિલના હોદેદારોની વરણી કરાઈ

- text


મોરબી : મોરબી સિનિયર સીટીઝન કાઉન્સિલની કોરોબારી અને સલાહકાર સમિતિ, સુરાજબાગમાં હોદેદારોની વરણી કરવામાં આવી હતી. જેમાં પ્રમુખ તરીકે ડો. બી. કે. લહેરું, મંત્રી મ્હેભાઈ ભટ્ટ, ઉપપ્રમુખ સિવિલ એન્જીનીયર એલ. ડી. હડીયલ તથા રમણભાઈ મહેતા, સહમંત્રી સવજીભાઈ અધારા, ખજાનચી વકીલ જગદીશભાઈ ઓઝા, પ્રોજેક્ટ ચેરમેન નરભેરામભાઇ ચડાસણીયાની વરણી કરવામાં આવી હતી. તેમજ ટ્રસ્ટી તરીકે ધીરુભાઈ ભોજાણી, ડો. બાણુગરીયા સાહેબ તથા ચંદ્રકાન્તભાઈ આશર ચાલુ રહેલ છે. તેવું યાદીમાં જણાવવામાં આવેલ હતું.

- text