મોરબીની સુશ્રુત હોસ્પિટલ દ્વારા હરસ, મસા, ભગંદર અને ફિશર જેવા રોગો માટે રવિવારે નિઃશુલ્ક નિદાન કેમ્પ

- text


૧૨ હજારથી વધુ દર્દીઓની સારવારનો બહોળો અનુભવ ધરાવનાર ડો. મનોજ ભાડજા વિનામૂલ્યે નિદાન કરશે

મોરબી : ખાનપાનમાં પરહેજના અભાવે ભાગદોડ ભરી જીવનશૈલીમાં લોકમાં હરસ, મસા, ફિશર જેવા રોગોનું પ્રમાણ વધ્યું છે ત્યારે મોરબીમાં આગામી તા. 8 ડિસેમ્બરને રવિવારના રોજ સુશ્રુત હોસ્પિટલ દ્વારા હરસ, મસા, ભગંદર અને ફિશર જેવા મળમાર્ગના રોગો માટે નિઃશુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ છે.

મોરબીના રામ ચોકમાં આવેલી ડો. મનોજ એમ. ભાડજા (એમ.એસ. (આયુ))ની સુશ્રુત હોસ્પિટલ સફળતા પૂર્વક બે વર્ષ પુરા કરી ત્રીજા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહી હોય તે નિમિતે મળમાર્ગના રોગો માટે નિઃશુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ છે. રામ ચોક, જુની ક્રિષ્ના હોસ્પિટલની નીચે, રેમન્ડ શો રૂમની સામે, પહેલા માળે, સાવસર પ્લોટ મેઇન રોડ, મોરબી ખાતે આવેલી સુશ્રુત હોસ્પિટલમા આગામી તા. 8 ડિસેમ્બરને રવિવારના રોજ સવારે ૯થી ૧ વાગ્યા દરમ્યાન નિઃશુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ છે.

- text

ઉલ્લેખનીય છે કે આ કેમ્પમાં જરૂરિયાત પ્રમાણેની દવાઓ અલગથી લેવાની રહેશે. તેમજ કેમ્પમાં આવેલા દર્દીને રાહતદરે ઓપરેશન કરી આપવામાં આવશે.વધુમાં, આ કેમ્પમાં મળમાર્ગના રોગોના નિષ્ણાંત ડોક્ટર (પ્રોક્ટોલોજીસ્ટ) ડો. મનોજ ભાડજા (એમ.એસ. (આયુ)) સેવા આપશે. તેઓ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી, જામનગર માંથી ક્ષારસૂત્ર માં માસ્ટર ડીગ્રી ધરાવે છે. ૧૨૦૦૦ થી વધારે દર્દી ની સારવાર તેમજ ૧૦૦૦થી વધારે ઓપરેશનનો બહોળો અનુભવ ધરાવે છે.

આ કેમ્પ માટે નામ નોંધાવવા કે વધુ માહિતી માટે મો.નં. 02822 – 233800 તથા 94097 74163 ઉપર સંપર્ક કરવો. આ કેમ્પનો મોરબી શહેર અને જિલ્લાના લોકોને વધુમાં વધુ સંખ્યામાં લાભ લેવા આયોજક દ્વારા અનુરોધ કરાયો છે.

- text