મોરબી : વિધાનસભાનું આગામી સત્ર વધુ 3 દિવસ લંબાવવા ધારાસભ્ય મેરજાનો અનુરોધ

- text


મોરબી : ગુજરાત વિધાનસભાનું સત્ર વધુ 3 દિવસ લંબાવી ખેડૂતોને પાક વીમો, બળાત્કાર અને એકસામટો જેવા પ્રશ્નોનો ઉકેલ લાવવા ધારાસબ્ય બ્રિજેશ મેરજાએ વિધાનસભા કામકાજ સલાહકાર સમિતિને અનુરોધ કર્યો છે.

ગુજરાત વિધાનસભાનું આગામી સત્ર આગામી તા. 9 ડિસેમ્બરથી પ્રારંભ થવાનું છે. ત્યારે મોરબી-મિયાણાના ધારાસબ્ય બ્રિજેશ મેરજાએ ગુજરાત વિધાનસભા કામકાજ સલાહકાર સમિતિ સમક્ષ માંગણી કરી છે કે 3 દિવસ માટે મળનાર આ ટૂંકું સત્ર લોકોના પ્રશ્નની રજૂઆત માટે અપૂરતા છે. ધારાસભ્યોની પ્રજા વતી સમસ્યા રજુ કરવા માટે તથા તેના ઉકેલ માટે અને ચર્ચા માટે મળનાર આવું 3 દિવસનું ટૂંકું સત્ર એ લોકતંત્રમાં લોક અવાજને વાચા આપવાના અધિકાર ઉપર તરાપ મારવા સમાન છે. તે જોતા લોક સમસ્યાની ચર્ચા કરી એના ઉકેલ માટે વધુ 3 દિવસ સત્ર લંબાવવું જરૂરી છે.

- text

ધારાસભ્ય બ્રિજેશ મૅરાજાએ કામકાજ સલાહકાર સમિતિના નિર્ણાયક વરિષ્ઠ એવા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્રભાઇ ત્રિવેદી અને વિપક્ષ નેતા પરેશભાઈ ધાનાણીને વિગતે પત્ર લખી પ્રજાને પીડતી ત્રણ વર્તમાન સમસ્યાઓ જેવી કે બળાત્કાર-દુષ્કર્મને નાથવા કથળતી જતી કાયદો વ્યવસ્થાની સ્થિતિને અટકાવવી જરૂરી છે. તથા વારંવાર સર્જાતા અકસ્માતોના અટકાવવા પણ સરકારી તંત્ર સજાગ રહે તેમ કરવું અનિવાર્ય છે. તેમજ અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને થયેલ પારાવાર નુકશાન પેટે આર્થિક વળતર આપવા તેમજ ખેડૂતોને 100% પાક વીમો તાકીદે ચૂકવવા માટે વિમા કંપનીઓને ફરજ પાડવામાં આવે તેમજ રવિ પાક માટે સિંચાઈનું પાણી સમયસર અને અપૂરતા જથ્થામાં ખેડૂતોને મળી રહે તથા 8 કલાક દિવસે કૃષિ માટે વીજળી આપવાના પ્રશ્નો ઉકેલવા ખુબ જ અનિવાર્ય છે.

આથી, આ ત્રણેય મહત્વના પ્રશ્નો માટે એક-એક એમ ત્રણ દિવસ થઇ વિધાનસભાનું સત્ર 3 દિવસ લંબાવવું જોઈએ તેવો ધારાસબ્ય બ્રિજેશ મેરજાએ વિધાનસભા કામકાજ સલાહકાર સમિતિને અનુરોધ કર્યો છે.

- text