હૈદરાબાદ દુષ્કર્મ-હત્યાની ભોગ બનેલ યુવતીને શ્રદ્ધાંજલી આપવા આજે કોંગ્રેસ દ્વારા કાર્યક્રમ

- text


દેશમાં વધી રહેલી દુષ્કર્મની ઘટનાઓ અંગે આક્રોશ-ચિંતા વ્યક્ત કરી પીડિતાઓ પ્રત્યે સહાનુભૂતિ દર્શાવવા મોરબી શહેર કોંગ્રેસ સમિતિનો કાર્યક્રમ

મોરબી : તાજેતરમાં દેશના વિવિધ રાજ્યોમાં મહિલાઓ-બાળકીઓ પર વધી રહેલી દુષ્કર્મઓ અને અત્યાચારોની ઘટનાઓનો વિરોધ કરવા તેમજ હૈદરાબાદમાં વેટરનિટી ડોકટર સાથે દુષ્કર્મ બાદ હત્યાના મામલે મૃતક યુવતીને શ્રદ્ધાંજલી આપવા મોરબી શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે કેન્ડલ કેન્ડલ પ્રગટાવી બે મિનિટનું મૌન પાળવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

- text

તારીખ 2 ડિસેમ્બરને સોમવારે સાંજે 06:30 કલાકે નગરદરવાજા ચોક મોરબી ખાતે મૃતક યુવતીને શ્રદ્ધાંજલી આપવા માટે મોરબી શહેર કોંગ્રેસ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા આયોજકોએ નગરજનોને આહવાન કર્યું છે.

- text