મોરબી : શિષ્યવૃત્તિની પરીક્ષા દરમિયાન સુપરવાઈઝરને માર માર્યાની ફરિયાદ

- text


મોરબી પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદાર સામે ફરિયાદ નોંધાઇ

મોરબી : મોરબીમાં ખાનગી શાળામાં આજે યોજાયેલી શિષ્યવૃત્તિની પરીક્ષામાં મોરબી પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદાર અને ફરજ પરના સુપરવાઈઝર શિક્ષક વચ્ચે માથાકૂટ થયા બાદ સુપરવાઈઝરને લાફા માર્યાની ઘટનામાં પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

- text

મોરબીના શિક્ષણ જગતમાં ચકચાર જગાવનાર આ ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીની જ્ઞાનપથ શાળામાં આજે ગુજરાત રાજ્ય શિષ્યવૃત્તિની પરીક્ષા ચાલી રહી હતી. એ દરમિયાન મોરબી શિક્ષણ સંઘના મહામંત્રી રોહિત આદ્રોજા અને જ ફરજ પરના સુપરવાઈઝર શિક્ષક પ્રહલાદસિંહ જાડેજા વચ્ચે પ્રવેશ બાબતે માથાકૂટ થઈ હતી. જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. જેમાં મોરબી શિક્ષક સંઘના હોદ્દેદાર રોહિત આદ્રોજાએ સુપરવાઈઝરને લાફા માર્યાનું કેદ થયું હતું. આ સમગ્ર મામલો પ્રથમ મોરબી જિલ્લા શિક્ષણાધિકારી પાસે પોહચ્યો હતો. બાદમાં આ ઘટનામાં મોડી સાંજે સુપરવાઈઝર તરીકે ફરજ પર રહેલા પ્રહલાદસિંહ જાડેજાએ તેમની પર હુમલો કરનાર રોહિત આદ્રોજા સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

- text