મોરબીના વીસીપરામાંથી રૂ.56 હજારના ઈંગ્લીશ દારૂ સાથે એક ઝડપાયો

- text


મોરબી : મોરબી બી ડિવિઝન પોલીસે આજે વીસીપરા વિસ્તારમાંથી રૂ.56 હજારના ઈંગ્લીશ દારૂ સાથે એક શખ્સને ઝડપી લીધો હતો.આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસ પાસેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર બી ડિવિઝન પી.આઈ.પી.બી.ગઢવી અને સ્ટાફના કિશોરદાન ગઢવી,અર્જુનસિંહ ઝાલા,એ.પી.જાડેજા,ભાનુભાઈ બાલાસરા,વનરાજભાઈ ચાવડા,રમેશભાઈ મિયાત્રા,મુકેશભાઈ ઝીલરીયા,ભગિરથભાઈ લોખીલ, દેવશીભાઈ મોરી સાહિતનાએ આજે બાતમીના આધારે વીસીપરા મદીના સોસાયટી પાસેની ઓરડીમાં દારૂની રેડ કરી હતી અને ઓરડીમાંથી ઈંગ્લીશ દારૂની બોટલો નગ 210 કિંમત રૂ.56175 તથા એક બાઇક,મોબાઈલ મળીને રૂ.96675 હજારના કુલ મુદ્દામાલ સાથે એક આરોપી અબ્દુલભાઈ સુમરાને ઝડપી લીધો હતો.જ્યારે રેડ દરમિયાન બીજો આરોપી મોહસીન અબ્દુલભાઈ સુમરા હાજર ન મળી આવતા તેની સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

- text