મોરબી : અભ્યાસ ન કરતી કિશોરીઓ માટે HB ક્વીન હરીફાઈ યોજાઈ

- text


મોરબી : ગત તા.26/11/19ના રોજ મોરબી ઘટક કચેરી ખાતે 11થી 18 વર્ષની શાળા એ ન જતી કિશોરીઓની Hb ક્વીન હરીફાઈનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબી શહેર વિસ્તારની કુલ-118 કિશોરીઓનુ આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા Hb સ્કીનિગ કરી, કિશોરીઓને શરીરમાં હિમોગ્લોબીનની મહત્વતા વિશે માહિતી આપવામાં આવેલ હતી. શરીરમાં હિમોગ્લોબીનનુ ઓછું પ્રમાણ હોવાથી તેઓ એનિમીક છે અને એનેમિયામુકત થવા આયર્ન યુક્ત ખોરાકની સાથે નિયમિત IFA ટેબલેટ લેવા સૂચનો કરેલ હતા. આ કાર્યક્રમ ICDS વિભાગ, હેલ્થ વિભાગ તેમજ શિક્ષણ વિભાગના સંયુક્ત કોર્ડિનેશનથી યોજાયેલ હતો. જેમાં બાળ વિકાસ યોજના અધિકારી, તાલુકા શિક્ષણાધિકારી અને તાલુકા હેલ્થ ઓફિસરએ હાજરી આપેલ હતી.

- text