ટંકારામાં સંવિધાન વિશે માહિતી આપી બંધારણ દિવસની ઉજવણી કરાઈ

- text


ટંકારા : ટંકારા મુકામે કન્યા છાત્રાલય પાછળ નવનિર્મિત બુધ્ધ વિહારના પટાંગણમાં સાંજે ૫ વાગ્યે ટંકારા તાલુકાના અનુસૂચિત જાતી સમાજ દ્રારા ડૉ. બાબા સાહેબનાં તૈલી ચિત્રને હેમંતભાઈ ચાવડા, ભરતભાઈ સોલંકી, પો.કો. પ્રફુલભાઈ, પ્રવીણભાઈ, નિર્મલાબેન, ગીતાબેન દ્રારા માનભેર હાર પહેરાવી ઉજવણી કરવામાં આવી હતી.

ગત તા. 26 નવેમ્બર એટલે બંધારણ સ્વીકૃતિ દિવસ નિમિત્તેના કાર્યક્રમમાં ટંકારા તાલુકાના દુર-દુરનાં ગામડેથી બહોળી સંખ્યામાં લોકોએ હાજર રહી ભારતીય સંવિધાન વિશે માહિતિ અને માર્ગદર્શન મેળવ્યું હતું. કાર્યક્રમનાં મુખ્ય મહેમાન સામાજીક કાર્યકર એવાં રાજકોટના ભરતભાઈ સોલંકીએ ભારત દેશની મહિલા, ગરીબ, પીડિત, શોષિત અને વંચિત સમાજનાં સંવિધાનમાં રહેલ મૂળભૂત અધિકાર વિશે ખુબ જ સરસ અને રસપ્રદ મજાની ઉપયોગી માહીતી આપી હતી. તેમજ કાર્યક્રમનાં મુખ્ય અતિથિ એવાં ટંકારા પોલીસમાં ફરજ બજાવતા પ્રફુલભાઈ પરમારે સંવિધાનનાં “આમુખ” વિષે માહીતી આપી હતી. અને બંધારણીય મુળભુત અધિકારો સમાનતા, સ્વતંત્રતા અને બંધુતા વિષે ખુબ જ અગત્યની માહીતી આપી હતી.

- text

આ ઉપરાંત, નરસીભાઈ વરણએ તાર્કિક ઉદાહરણ આપી કાર્યક્રમની શોભા વધારી હતી. કાર્યક્રમમાં ચાર ગામનાં સરપંચો અને બહેનોનું તેમજ આયોજક મિત્રોનું ફુલ આપી સન્માન કરવામાં આવ્યું હતું. અંદાજે બસો જેટલા લોકોએ ભાગ લીધો હતો. અને સાથે બેસી સમુહ ભોજન કર્યું હતું. કાર્યક્રમનું સફળ સંચાલન હેમંતભાઈ ચાવડા, પ્રવીણભાઈ ચૌહાણ, દિનેશભાઇ ગોહિલે, રમેશભાઈ વરણ, મુકેશભાઈ પરમાર, દિલીપભાઈ મકવાણા, રાહુલ ચૌહાણ, વાઘજીભાઈ પાટડીયા, મહેશ સારેસા, વિજય ચૌહાણ, સમ્રાટ અશોક, અસ્વીન પરમાર સહિતના મિત્રોએ કર્યું હતું.

- text