નવજીવન વિદ્યાલયની બાળાઓએ પ્રદેશ કક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધામાં મેદાન માર્યું

- text


મોરબી : ગુજરાત રાજ્યના રમત-ગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગ આયોજિત પ્રદેશ કક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધામાં શહેરની નવજીવન વિદ્યાલયની વિદ્યાર્થીનીઓ અવવ્લ આવી હતી.

મોરબીની નવજીવન વિદ્યાલયની વિદ્યાર્થીનીઓએ 14 વર્ષની નીચેની ઉંમરની લોકગીત સ્પર્ધામાં પ્રથમ આવીને શાળાનું ગૌરવ વધાર્યું છે. વઢવાણ ખાતે આયોજિત થયેલી પ્રદેશ કક્ષાની આ પ્રતિભાશોધ સ્પર્ધામાં, લગ્નગીત વિભાગ A તેમજ વિભાગ Bમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. જ્યારે સમૂહગીત સ્પર્ધામાં તૃતીય સ્થાન મેળવ્યું હતું. સંગીત ગુરુ તુષારભાઈ ત્રિવેદીએ આપેલા માર્ગદર્શન હેઠળ આ સિદ્ધિ મેળવવા બદલ ડી.બી.પાડલીયા સાહેબ પ્રિન્સિપાલ અતુલભાઈએ ગ્રુપની વિદ્યાર્થીનીઓને શુભેચ્છા આપી શાળાનું ગૌરવ વધારવા બદલ હર્ષની લાગણી વ્યક્ત કરી હતી.

- text