વાંકાનેર : ક્રિભકો ડીએપી ખાતરની બેગમાં 50 કિલોને બદલે 45 કિલો ખાતર નીકળ્યું

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના મેસરીયા ગામે આવેલી શ્રી મેસરિયા જૂથ સેવા સહકારી મંડળી લિમિટેડ માં ક્રિભકો કંપની નું ડીએપી ખાતરની 240 બેગ મંગાવી હતી આ બેગ ઉતારતી વખતે વજન ઓછું હોવાની શંકા જતાં વજન કરતાં 50 કિલો બેગનો વજન ૪૫ કિલો થયો હતો.મળતી માહિતી મુજબ 240 બેગમાંથી 31 બેગમાં વજન ઓછું નીકળ્યું હતું. જેની જાણ કેતનભાઇ રાબડી ક્રિભકોના મેનેજરને કરતાં તેઓ મંડળી ખાતે આવ્યા હતા અને વજન ચેક કરતાં તેમાં પણ વજન ઓછું થયું હતું.

- text

ક્રિભકોના એરીયા મેનેજર કેતનભાઇ રાબડીયાએ બીજા દિવસે અન્ય ગાડીમાં ખાતર લાવીને થેલી બદલી આપવાનું કહ્યું હતું પરંતુ મંડળીની વ્યવસ્થાપક કમિટીએ અમારે આ મીડિયાને જાણ કરવી છે અને કાયદેસરની કાર્યવાહી કરવાની છે તેવું જણાવતા કેતનભાઇ રાબડીયાએ કહ્યું કે હું આ ખાતર ભરી જાવ તો તમે શું કરી લો એવું કહેતાં મામલો બીચકયો હતો.

ક્રિભકો ખાતરની બેગ ૫૦ કિલોની હોવા છતાં ૪૫ કિલો ખાતર હોવાથી એક ગુણી દિઠ ખેડુતોને ૫ કિલો ખાતરની ઘટ આવેછે જેના લિધે ખેડૂતો ને એક ગુણી માં અંદાજીત ૧૨૦ રૂપિયાની નુકશાન થઈ રહ્યું છે. જેથી ખેડૂતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.

- text