મોરબી : પાણીના ખાડામાં ડૂબી જતા માસુમ બાળકનું કરુણ મોત

- text


મોરબી : મોરબીના બેલા ગામ નજીક સીરામીક ફેકટરીમાં આવેલ પાણીના ખાડામાં માસુમ બાળકનું ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું હતું.આ કરુણ બનાવની મોરબી તાલુકા પોલિસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં આવેલ એડમીન સીરામીક કારખાનની ઓરડીમાં રહેતા અને મજૂરી કામ કરતા શ્રમિક પરિવારનો માસુમ પુત્ર સચીન આલમ ભચાવા ઉ.વ.૦૨ રહે હાલ એડમીન સીરામીકની ઓરડી, બેલા ગામની સીમ વાળો ગઈકાલે એડમીન કારખાનામાં પાણીના ખાડામાં કોઇ પણ કારણોસર પડી જતા ડુબી જવાથી તેનું કરુણ મોત નીપજ્યું હતું.આ કરુણ બનાવને પગલે શ્રમિક પરિવારમાં ભારે અરેરાટી મચી ગઇ હતી.બાદમાં માસુમ બાળકની ડેડબોડીને પીએમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડાઇ હતી તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text


- text