ગેંડા સર્કલ પાસે ખાણી-પીણીની 13 રેંકડીઓ સામે પોલીસની તવાઈ

- text


પોલીસની કામગીરીથી રેકડીધારકોમાં નારાજગી

મોરબી : ટ્રાફિકથી સતત ધમધમતા ગેંડા સર્કલ પાસે ટ્રાફિકને અવરોધરૂપ થાય એ રીતે નાસ્તાની રેંકડીઓ રાખી ધંધો કરતા રેંકડીધારકો સામે મોરબી બી.ડીવી.પોલીસે આજે કાર્યવાહી કરીને 13 ધંધાર્થીઓ સામે આઈ.પી.સી. કલમ 283 મુજબ કાર્યવાહી કરી હતી.

- text

મોરબીના ગેંડા સર્કલ પાસે ખાણી-પીણીની રેંકડીઓ રાખી ધંધો કરતા 13 રેંકડીધારકો સામે ટ્રાફિકને અડચણરૂપ થાય અને ટ્રાફિકજામની સમસ્યા સર્જાય એ માટે જવાબદાર માની આઈ. પી.સી.ની કલમ 283 મુજબ કાર્યવાહી કરી તમામની સામે ગુન્હો નોંધાતા રેંકડીધારકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. ગેંડા સર્કલ પાસે મોડી રાત સુધી નાસ્તાની રેંકડીઓ પર લોકોની સતત અવર જવર રહે છે. નાસ્તો કરવા આવનાર તેઓના વાહનો રસ્તાની આજુબાજુમાં આડેધડ પાર્ક કરતા હોવાથી ટ્રાફિકજામની સમસ્યા સર્જાય છે. આથી પોલીસે કાયદાનો દંડો ઉગામીને રેંકડીધારકોને ઉપરોક્ત સ્થળેથી ખદેડયા હતા. જોકે રેંકડીધારકો આ કાર્યવાહીથી નારાજ જણાતા હતા અને પોતાની વ્યથા વ્યક્ત કરતા જોવા મળ્યા હતા.


- text