બે ઉમેદવાર પર કેસ કરીને શું ભરતી પારદર્શક થઈ ગઈ એવું કેમ માની લેવું?: બિન સચિવાલય પરીક્ષા રદ કરવા માંગ

- text


હળવદમાં મામલતદાર કચેરી આવેદનપત્ર અપાયું

હળવદ: બિન સચિવાલય ક્લાર્ક ની જગ્યા માટે ૧૭ નવેમ્બર ૨૦૧૯ ના રોજ સમગ્ર રાજ્યમાં લેખિત પરીક્ષા લેવામાં આવી હતી જેમાં અમુક જિલ્લાઓમાં ભારે ગેરરીતિ આચરવામાં આવી હોવાના વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા જેને પગલે બેરોજગાર યુવાનોમાં ભારે રોષ ફેલાયો હતો અને આ પરીક્ષા તાત્કાલિક રદ કરવાની માંગ સાથે આજે હળવદ મામલતદારને આવેદનપત્ર અપાયું હતું

બિન સચિવાલય ની પરીક્ષાને લઇને ભારે વિવાદ સર્જાયો છે અને પરીક્ષાર્થીઓ માં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે ત્યારે આજે પરીક્ષાર્થીઓ દ્વારા આજરોજ હળવદ મામલતદારને આવેદનપત્ર આપી ફરીથી પરીક્ષા યોજવામાં આવે તેવી માંગ કરી હતી

હળવદ મામલતદારને અપાયેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે હાલના સમય પ્રમાણે બધા ઉમેદવારોના ધ્યાનમાં આવ્યું છે કે ગુજરાતના અમુક જિલ્લાઓમાં ગેરરીતિ આચરવામાં આવી હતી જેના સમગ્ર વીડિયો ફૂટેજ તથા સમાચાર પત્રોમાં પણ એહવાલ પ્રગટ થયેલો છે જે કેન્દ્રોની ગેરરીતિ પ્રકાશમાં આવી છે તે સરકારના ધ્યાને ગયું છે પરંતુ બીજા અમુક કેન્દ્રોમાં જે ગેરરીતી કરવામાં આવી છે જે હજુ સુધી પ્રકાશમાં પણ આવ્યું નથી આથી આ બધા ઉમેદવારોના હિત ખાતર સમગ્ર પરીક્ષાને ફરીથી ચુસ્ત બંદોબસ્ત સાથે લેવામાં આવે સાથે જ પાલનપુર,સુરેન્દ્રનગર જેવા મોટા શહેરોની વાત હજુ બહાર આવી છે આવી રીતે અનેક જિલ્લાઓમાં વ્યક્તિગત રીતે ઉમેદવારોએ પોતાના જ વર્ગમાં ગેરરીતિ થતાં જોઈ છે અને તેની વાત બહાર જ આવી નથી તો આ બધા ઉમેદવારો ના હિત માટે આ પરિક્ષા વહેલી તકે રદ કરી યોગ્ય રીતે લેવામાં આવે તેવી માંગ કરાઇ છે

- text

વધુમાં જણાવ્યું છે કે આઠ લાખ જેટલા ઉમેદવારોએ પરીક્ષા આપીશ છે જો અમુક કેન્દ્રોમાં આવી રીતે ગેરરીતિ આચરવામાં આવે તો પછી જે ઉમેદવારોએ ખરેખર મહેનત કરી છે તે લોકોના ભવિષ્યનું શું..?બે ઉમેદવાર પર કેસ કરીને શું ભરતી પારદર્શક થઈ ગઈ એવું માની લેવાય ખરું??જે કેન્દ્રોમાં cctv હોવા છતાં પણ અન્ય આડકતરી રીતે ગેરરીતિના પ્રયાસ થયા છે તો જ્યાં સીસીટીવી છે જ નહીં ત્યાં કઈ નહીં થયું હોય તેની શું ખાતરી? ૩૯૦૧જગ્યા માટે ફક્ત મોટા મોટા શહેરોમાં જો ગેરરીતિ થઈ જાય અને પરીણામ બની જાય તો આખા ગુજરાતના ઉમેદવારો કે જેમને આટલી રાત-દિવસ એક કરીને મહેનત કરી છે તેના પર પાણી ફરી જાય જે કેન્દ્રોમાં ગેરરીતિ થઇ છે તે કેન્દ્રોની તપાસ થવી જોઇએ અને જે ઉમેદવારો અને વ્યક્તિગત કોઈપણ સ્ટાફ સુપરવાઇઝર કે આચાર્ય ની સંડોવણી જણાય તો તેઓ ઉપર ફોજદારી કાર્યવાહી કરવી જોઈએ


- text