મોરબી : એલઈ કોલેજના બિલ્ડીંગનું સમારકામ કરવા અને હેરિટેજમાં સમાવેશ કરવાની રજુઆત

- text


અધિક કલેકટરને આવેદનપત્ર પાઠવી પુરાતત્વ વિભાગને રજુઆત કરાઈ

મોરબી : મોરબીના સામાકાંઠે આવેલ લખધીરજી એન્જનિયરીગ કોલેજનું બિલ્ડીંગ ઘણા સમયથી જર્જરિત થઈ ગયું છે.તેથી આ ઇમારતને તોડી પાડીને નવી બનાવવાના બદલે ઐતિહાસિક ઇમારત હોય મૂળ ઢાંચાને જાળવી રાખી તેનું યોગ્ય સમારકામ કરવા અને આ ઐતિહાસિક ઇમારતને હેરીટેઝમાં સમાવેશ કરવાની માંગ સાથે અધિક કલેકટર મારફત પુરાતત્વ ખાતાને રજુઆત કરવામાં આવી છે.

- text

મોરબીના મેહુલભાઈ ગાંભવા,રવિભાઈ દેસાઈ,યોગેશભાઈ પટેલ અને વિજયસિંહ ઝાલાએ આજે મોરબીના અધિક કલેકટર કેતન જોશીને આવેદનપત્ર પાઠવી રાજ્યના પુરાતત્વ વિભાગને રજુઆત કરી હતી કે,મોરબીના સામાકાંઠે આવેલ લખધીરજી એન્જિનિયર કોલેજનું બિલડીગ વર્ષ 1931માં બનાવવામાં આવ્યુ હતુ જે મોરબીના મહારાજ દ્વારા દાનમાં આપવામાં આવેલ છે.અને હાલ એલઇ કોલેજ તરીકે ઓળખાય છે.આ એલઇ કોલેજનું બિલડીગ પ્રાચીન સમયનું છે.આ ઐતિહાસિક બીલડીગને વર્ષ 2001ના ભૂકંપમાં ભારે નુકશાન થયું હતું અને એલઈ કોલેજનું બિલડીગ ભૂકંપથી જર્જરિત થઈ ગયું હતું.ત્યારે આ બિલ્ડીંગને તોડી પડવાની માહિતી મળતા મોરબીની વિવિધ સંસ્થાઓ દ્વારા આ ઐતિહાસિક ઇમારત હોય મૂળ ઢાંચો જાળવી રાખીને યોગ્ય રીતે સમારકામ કરવાની માંગ કરવામાં આવી હતી.પરંતુ હજુ સુધી આ બિલ્ડીંગનું સમારકામ કરવાની કોઈ કવાયત કરવામાં આવી નથી.તેથી તેમણે એલઈ કોલેજનું બિલ્ડીંગનું ઝડપથી સમારકામ કરવા અને હેરીટેઝમાં સમાવેશ કરવાની માંગ કરી છે

- text