મોરબી : જુના મનદુઃખ મામલે બે જૂથો વચ્ચે અથડામણ

- text


બને જૂથે સામસામી ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી

મોરબી : મોરબીના રવાપર રોડ ઉપર જુના મનદુઃખ મામલે બે જૂથ વચ્ચે હિસંક અથડામણ થઈ હતી. બન્ને જૂથ વચ્ચે થયેલી મારામારી બાદ બન્ને સામસામી પોલીસ ફરિયાદ નોંધાવી છે. એ ડિવિઝન પોલીસે બન્ને જૂથની ફરિયાદ નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવની મોરબી સીટી એ ડિવીજન પોલીસ સ્ટેશને પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોન્ટું રાવલ ઉવ.૨૪ મોરબી શનાળા બાયપાસ ભક્તિનગર સર્કલ અનામિકા પાર્ક વાળાએ તોફીક રફીક બ્લોચ, ઇસ્માઇલ બ્લોચ, ભરત ઉર્ફે બીકે બોરીચા સામે ફરિયાદ નોંધાવી હતી કે,તા.૧૫/૧૧/૨૦૧૯ ના રોજ મોરબી રવાપર રોડ એ જે કંપની સામેની શેરીના નાકે ફરીયાદી તથા સાહેદ મોટર સાયકલ લઇને રવાપર રોડ પર ખરીદી કરી પોતાના ઘરે જતા હતા તે દરમ્યાન ત્રણેય આરોપીઓ પોતાનું બાઇક આડુ નાખી આરોપીઓએ ફરીયાદીને કહેલ કે તારામાં હવા છે અને તારા બાપનો રોડ છે અહીથી કેમ નીકળે છે તેમ કહી ઝઘડો કરી ફરીયાદી તથા સાહેદોને ભુંડા બોલી ગાળો આપી અને ઢીકા પાટુનો માર મારવા માર્યો હતો અને પત્થર ઉપાડી છુટા ઘા મારી ડાબી આંખ નીચે ગાલ પર ઇજા પહોંચાડેલ તેમજ બાજુમાંથી લોખંડનો સળીયો ઉપાડી વાંસાના ભાગે બે એક ઘા મારી મુંઢ ઇજા કરી હતી. ફરીયાદીના પિતાએ આરોપીના ભત્રીજા જયરાજના ખુનકેશમાં અંદર હોઇ જેનો રાગદ્વેશ રાખી પોતાની પાસેથી છરી કાઢી ફરીયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી

- text

જ્યારે સમાપક્ષે તૌફીકભાઇ રફીકભાઇ બ્લોચ ઉ.વ.૨૭ મોરબી મકરાણીવાસ બાવાજીની વાડીવાળાએ મોન્ટુ પલ્લવભાઇ રાવલ તથા બે અજાણ્યા માણસો સામે વળતી ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદીને આરોપીએ તુ કેમ આરીફના ડેલે બેસે છે અને સ્પોર્ટ કરે છે તથા પંચમાં રહે છે તેમ કહી બોલાચાલી કરી ગાળો આપી ઢીકાપાટુનો માર મારી અજાણ્યા ઇસમોએ લાકડાના ધોકા વડે જમણા પગના અંગુઠામાં ધોકો મારી તથા બીજાએ કમરે બાંધવાના પટ્ટા વડે વાંસાના ભાગે મારી મુંઢ ઇજા પહોચાડી તેમજ આરોપી નંબર એક નાએ છરી કાઢતા ઝપા ઝપી થતા વાંસાના ભાગે મારતા ઉઝરડા જેવી ઇજા પહોચાડી આરીફના ડેલે બેસતો નહિ નહિતર તને પતાવી દઇશુ તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

મોરબી પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.


મોરબીમાં ફરી એક વાર અલભ્ય આભૂષણોનું એક્ઝિબિશન..

તારીખ 15 થી 17 નવેમ્બર, એડિન હિલ, ઘુંનડા રોડ, મોરબી.

કયારેય ન જોયા હોય તેવી સુરતના ગોલ્ડન જવેલર્સના આભૂષણોની ડિઝાઈનો જોવાની અમૂલ્ય તક…

વધુ વિગત માટે : 9825675999, 9998951628


 

- text