મોરબી : બે રોડ ઓળંગીને કન્ટેનર વીજ ટ્રાન્સફોર્મર સાથે અથડાયું

- text


સદભાગ્યે જાનહાની ટળી : સામેથી આવતી સ્કૂલ બસ તારાવવા જતા અકસ્માત સર્જાયો

મોરબી : મોરબી નજીક ફોરલેન નેશનલ હાઇવે પર આજે બપોરના સમયે એક કન્ટેનર બેકાબુ બનતા બે રોડ ઠેકીને સીધું બાજુના વીજ સબસ્ટેશનના ટ્રાન્સફોર્મર સાથે ટકરાયુ હતું.જોકે આ અકસ્માતમાં સદભાગ્યે જાનહાની થઈ ન હતી. સામેથી આવતી સ્કૂલ બસને તરાવવા જતા આ અકસ્માત સર્જાયો હોવાનું અનુમાન છે.


મોરબીમાં ફરી એક વાર અલભ્ય આભૂષણોનું એક્ઝિબિશન..

તારીખ 15 થી 17 નવેમ્બર, એડિન હિલ, ઘુંનડા રોડ, મોરબી.

કયારેય ન જોયા હોય તેવી સુરતના ગોલ્ડન જવેલર્સના આભૂષણોની ડિઝાઈનો જોવાની અમૂલ્ય તક…

વધુ વિગત માટે : 9825675999, 9998951628

- text


આ અકસ્માતની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી વાંકાનેર નેશનલ હાઇવે ઉપર વાંકાનેર તરફથી એક કન્ટેનર આવી રહ્યું હતું.આ કન્ટેનર મોરબી નજીક કુબેર સિનેમા પાસે નેશનલ હાઇવે પર પહોંચ્યું ત્યારે કન્ટેનર ચાલકે અચાનક સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા નેશનલ હાઇવેના બે રોડ આ કન્ટેનર ઠેકી ગયું હતું.આ કન્ટેનર બે રોડ કૂદીને સીધું કુબેર સિનેમા પાસે આવેલ વીજ સબસ્ટેશનમાં ટકરાયું હતું જોકે આ અકસ્માત એટલી ભયાનક હતો કે, બેકુબુ બનેલું કન્ટેનરે હાઇવે પરના બે રોડ કુદવાની સાથે રેલીગ પર તોડી નાખી હતી.આ અકસ્માતમાં સદબસીબે જાનહાની થઈ ન હતી.પરંતુ અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફિકજામ થઈ ગયો હતો.વધુમાં જાણવા મળતી વિગતો મુજબ કન્ટેનર ચાલકે સામેથી આવતી સ્કૂલ બસને તારવવાનો પ્રયાસ કરતા આ અકસ્માત સર્જાયો હતો.

- text